Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

૧૦૮ના સરધાર રૂટના ઇઍમટી કાળુભાઇ અને પાઇલોટનું સન્માન બેસ્ટ કેર, બેસ્ટ પરફોર્મન્સ બદલ ઍવોર્ડ અપાયો

રાજકોટઃ જિલ્લાના ધોરાજી તાલુકા ખાતે જિલ્લા કક્ષાના ૭૪માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાજકોટ જિલ્લાના ૧૦૮ ટીમના પોગ્રામ મેનેજર અભિષેક ઠક્કરની દેખરેખ હેઠળ સરધાર ૧૦૮ ના ઇઍમટી કાળુભાઇ ગોહીલ અને પાઇલોટ સુરેશભાઇ દવેરાને વર્ષ દરમિયાન બેસ્ટ કેર, બેસ્ટ પરફોર્મન્સ બદલ સન્માનીત કરવામાં આવ્યા હતાં.  ગુજરાત વિધાન સભાના અઘ્યક્ષ શંકરભાઈ ચૌધરી, કલેક્ટરશ્રી મહેશ બાબુ તથા ઍસપી, અને ૧૦૮ના દર્ષિત પટેલ, જયેન્દ્રભાઇ  સહિતના પણ હાજર હતાં.

(8:08 pm IST)