Gujarati News

Gujarati News

News of Thursday, 31st January 2019

રાજકોટ જિલ્લામાં યુઆઇડીની કામગીરી અર્થે ઓપરેટરોની ભરતી માટે કાલે વોક ઇન ઇન્ટરવ્યુ

રાજકોટ તા.૩૧:- રાજકોટ જિલ્લામાં યુ.આઇ.ડીની કામગીરી અર્થે રાજકોટ જિલ્લા માટે યોગ્ય લાયકાત ધરાવતા અનુભવી અને બીનઅનુભવી ઓપરેટરની જરૂરીયાત હોવાથી આગામી આવતીકાલે તા.૧ના શુક્રવારે  બપોરે ૧૨ કલાકે વોક ઇન ઇન્ટરવ્યુ રાખવામાં આવેલ છે.

જે માટે ધો ૧૨ પાસ તથા ગ્રેજયુએશન કરેલા યુવાનો કે જેઓ માન્ય સંસ્થા દ્વારા કોમ્પ્યુટર સર્ટીફિકેટ/આધારકાર્ડની કામગીરી માટે પાસ કરેલ પરીક્ષાનું સર્ટીફીકેટ  ધરાવતા ઉમેદવારો લાયક ગણાશે. આ માટેનું વોક ઇન ઇન્ટરવ્યુ જનસંપર્ક શાખા, જિલ્લા સેવા સદન, કલેકટર કચેરી, શ્રોફ રોડ, જામટાવર પાસે, રાજકોટ ખાતે ઉપર જણાવેલ તારીખ અને સમયે રાખેલ છે તો લાયકાત ધરાવતા ઉમેદવારોએ હાજર રહેવા નિવાસી અધિક કલકેટરશ્રી પરીમલ પંડયાની યાદીમાં જણાવાયું છે.  (૪૦.૨)

(4:13 pm IST)