Gujarati News

Gujarati News

News of Thursday, 31st January 2019

સિકયુરીટી એજન્સીઓને ફરજમાં બેદરકારી બદલ ૮પ હજારનો દંડ ફટકારતા પાની

સુરક્ષા વિભાગ દ્વારા છેલ્લા બે મહિનામાં વિવિધ સ્થળોએ ચેકીંગઃ પોલંપલ છતી

રાજકોટ તા. ૩૧ :.. મહાનગરપાલિકાના સુરક્ષા વિભાગના અધિકારીઓ દ્વારા બે મહિનામાં જાહેર સ્થળોએ સરપ્રાઇઝ ચેકીંગ કરવામાં આવ્યું હતું.  આ ચેકીંગ દરમ્યાન વિવિધ સ્થળેએ ૬ સીકયુરીટી ગાર્ડની ગેરહાજર જોવા મળતા ૩ એજન્સીને નોટીસ આપી ૮પ હજારનો દંડ વસુલવા મ્યુ. કમિ. દ્વારા હુકમ કરવામાં આવ્યો છે.

આ અંગે કોર્પોરેશનની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ સુરક્ષા વિભાગ દ્વારા છેલ્લા બે મહિનામાં આજી ડેમ પ્લાન, વેસ્ટ ઝોન મેઇન ગેઇટ, ઘંટેશ્વર ફિલ્ટર પ્લાન,  નાકરવાડી, વાલ્મીકી આવાસ યોજના સહિતના સ્થળે સિકયુરીટી ગાર્ડ ગેરહાજર જોવા મળતા હતાં.  પવનસુત સિકયુરીટી સર્વિસ, સાઇ સીકયુરીટી સર્વિસ, જે. કે. સિકયુરીટી એન્ડ કન્સલ્ટન્ટ સહીત ૩ એજન્સીને  નોટીસ ફટકારી રૂ. ૮પ હજાર નો દંડ વસુલવા મ્યુ. કમિશ્નરે હુકમ કર્યો છે.  તેમ  કોર્પોરેશનની સત્તાવાર યાદીમાં જણાવાયું છે. (પ-ર૯)

 

(3:56 pm IST)