Gujarati News

Gujarati News

News of Thursday, 31st January 2019

ગોંડલ રોડનાં રોનક કોમ્પલેક્ષનાં પાર્કિંગમાં રેસ્ટોરન્ટનું ગેરકાયદે દબાણ દુર કરોઃ વેપારીઓની રજૂઆત

રાજકોટ : શહેરનાં ગોંડલ રોડ ઉપર આવેલ રોનક કોમ્પલેક્ષનાં પાર્કીંગમાં પંજાબી-ચાઇનીઝનાં રેસ્ટોરન્ટનું ગેરકાયદે દબાણ દુર કરવા આ કોમ્પલેક્ષનાં ૪૦ જેટલાં વેપારીઓએ મ્યુ. કમિશ્નરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે. આ આવેદનપત્રમાં વેપારીઓએ જણાવ્યું હતું કે પાર્કિંગમાં રેસ્ટોરન્ટનાં દબાણનાં કારણે વાહનપાર્કિંગ તથા બિલ્ડીંગમાં આવવા -જવામાં ભારે મુશ્કેલી સર્જાય છે. પેસેજમાં ખુલ્લામાં ગેરકાયદે રસોડુ બનાવાયું છે, રસોડાની ચીમનીથી જાહેર આરોગ્યને નુકસાન થઇ રહયું છે. ત્યારે આ બિલ્ડીંગમાં પાર્કિંગમાં ગેરકાયદે ધમધમતાં આ રેસ્ટોરન્ટનું દબાણ દૂર કરાવી પાર્કિંગ ખુલ્લુ કરાવવા માંગ છે. તસ્વીરમાં પાર્કિંગમાં ગેરકાયદે ઉભુ કરાયેલું રેસ્ટોરન્ટ નજરે પડે છે.

(3:50 pm IST)