Gujarati News

Gujarati News

News of Thursday, 31st January 2019

શહેરના વોર્ડ નં.૦૨માં ગવર્મેન્ટ પ્રેસ વિસ્તારમાં પેવર કામનો પ્રારંભઃ ખાતમુહુર્ત

રાજકોટઃ શહેરમાં જયાં માનવી ત્યાં સુવિધાના સુત્રને સાર્થક કરતા રાજકોટ મહાનગરપાલિકાના શાસક પક્ષના પદાધિકારીઓ દ્વારા વોર્ડ નં.૦૨માં રાજકોટ શહેરના વોર્ડ નં.૦૨માં રેસકોર્સ પાસે આવેલ ગવર્મેન્ટ પ્રેસ રોડથી કલેકટર ઓફિસ સુધીના રોડ પર પેવર ડામર રોડનું ખાતમુહુર્ત વોર્ડ નં.૦૨ના પ્રભારી અને શિક્ષણ સમિતિ ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર તથા વોર્ડ નં.૦૨ના કોર્પોરેટરશ્રીઓ દ્વારા કરવામાં આવેલ. આ પ્રસંગે વોર્ડ નં.૦૨ના કોર્પોરેટર તથા બાંધકામ સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયા, આરોગ્ય સમિતિ ચેરમેન જયમીનભાઇ ઠાકર, પૂર્વ ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, કોર્પોરેટર સોફિયાબેન દલ, વોર્ડ નં.૨ના પ્રભારી નરેન્દ્રસિંહ ઠાકુર, પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલ, મહામંત્રી જયસુખભાઈ પરમાર, ધેર્યભાઈ પારેખ, વોર્ડ અગ્રણીયશ્રી ગુલાબસિંહ જાડેજા, પંકજભાઈ જોષી, નીલેશભાઈ વ્યારા, દીપાબેન કાચા, શ્રધ્ધાબેન હીમેજીયા,  ભરતભાઈ વીરડા, ભરતભાઈ કાઠી, જસુમતીબેન વસાણી, દેવ્યાનીબેન રાવલ, રાજુભાઈ પારેખ, છેલભાઈ રાવલ તથા લત્તાવાસીઓ કિરીટભાઈ કારિયા, કિલ્લોલભાઈ કારિયા, રીતેશભાઈ બદાણી, ઉર્મીલભાઈ પારેખ, ડો. હિરપરા સાહેબ, રોહિતભાઈ વાગડિયા, સુભાષભાઈ સોમૈયા, પ્રશાંતસિંહ જાડેજા વિગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

(3:34 pm IST)