Gujarati News

Gujarati News

News of Thursday, 31st January 2019

આવતા મહીનામાં રૈયા ચોકડી ફલાય ઓવરબ્રીજ તૈયાર થઇ જશેઃ ટૂંક સમયમાં જ લોકાર્પણ થશે

છેલ્લા બે વર્ષથી ગોકળગાયની ગતીએ ચાલતું બ્રીજનુ કામ હવે પૂર્ણતાના આરેઃ સ્થળ મુલાકાત લેતા મેયર સહીતના પદાધિકારીઓ

રાજકોટ, તા.૩૧:- શહેરની રૈયા ચોકડીએ નિર્માણથઇ રહેલ ફલાયઓવર બ્રીજ કાર્ય હવે પૂર્ણતા તરફ છે. ત્યારે આગળ ફેબ્રુઆરી મહીનાનાં અંત સુધીમાં બ્રીજનુ કાર્ય પૂર્ણ થઇ જશે અને ત્યારબાદ તુર્તજ લોકાર્પણ થઇ જાય તેવી શકયતા શાશકોએ દર્શાવી છે. દરમિયાન મેયર સહીતનાં પદાધિકારીઓએ આ બ્રીજની કામગીરી અંગે નિરિક્ષણ કરવા સ્થળ મૂલાકાત લીધી હતી.

 આ અંગેની વિગતો મુજબ રૈયા ચોકડી ઓવરબ્રિજની સ્થળ મુલાકાત  મેયર બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર, બાંધકામ સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયા, કોર્પોરેટર દુર્ગાબા જાડેજા, અંજનાબેન મોરજરીયા, વગેરેએ લીધી હતી. આ તકે ડેપ્યુટી એન્જી. ડી.પી. વાદ્યેલા તેમજ ઓવરબ્રીજની કામગીરી કરી રહેલ એજન્સીના પ્રતિનિધિ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

રૈયા ચોકડી ખાતે ચાલી રહેલ ઓવરબ્રિજની કામગીરી દિવસને રાત્રી દરમ્યાન પણ કરવામાં આવી રહેલ છે. આ બ્રીજ ટૂંક સમયમાં લોકાર્પણ કરવાનું હોઈ, તાત્કાલિક પૂર્ણ કરવા સંબંધક એજન્સીને તથા અધિકારીને સુચના આપવામાં આવેલ તેમજ કામગીરીનું જરૃરી સમીક્ષા અને ચર્ચા-વિચારણા કરવામાં આવેલ હતી. તેમ મેયર બીનાબેન આચાર્યએ જણાવ્યું હતું.

(3:06 pm IST)