Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

ઇન્વેસ્ટર ફ્રેન્ડલી પોર્ટલઃ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના ૮૦ મામલતદારો-નાયબ મામલતદારોની સ્પે. તાલીમ શરૂ

જમીન માંગતી-વાયબ્રન્ટ કરાર સહિતના મુદાઓ અંગે આવતી અરજીઓને કઇ રીતે ઓનલાઇન કરવી-ફોરવર્ડ કરવી અંગે ખાસ તાલીમ

રાજકોટ તા.૩૧ : રાજયના મહેસુલ ખાતાએ ઇન્વેસ્ટર ફ્રેન્ડલી પોર્ટલ અંતર્ગત આજે રાજકોટ ખાતે રાજકોટ કલેકટર તંત્રના વડપણ હેઠળ એક મહત્વનો તાલીમ કેમ્પ રાજકોટમાં યોજયો છે. બપોરે ૧ર વાગ્યાથી રાજકોટ શહેર-જીલ્લાના ચૂંટણીમાં ન રોકાયેલા મામલતદારો-નાયબ મામલતદારો સહિત સૌરાષ્ટ્ર-કચ્છના કુલ ૮૦થી વધુ મામલતદારો-નાયબ મામલતદારોને તાલીમ અર્થે બોલાવ્યા છે.

રાજકોટ કલેકટર તંત્ર પોતે આ સ્પે.તાલીમ માટે હોસ્ટ હોય એડી. કલેકટર શ્રી હર્ષદ વોરા પોતે આ કેમ્પમાં ખાસ ગયા છે. તેમણે અકિલા સાથેની વાતચીતમાં ઉમેર્યુ હતુ કે, જમીનની માંગણી ઉપરાંત વાયબ્રન્ટમાં રોકાણ વિગેરે તમામ બાબતે આવતી રોકાણકારોની અરજીઓ કઇ રીતે ઓનલાઇન કરવી, ફોરવર્ડ કેમ કરવી, અરજી મળ્યા બાદ હાલ તે કયાં છે, તે કેમ ટ્રેસ કરવી, મોનીટરીંગ વિગેરે તમામ પ્રકારની ૧ર થી ર સુધી તાલીમ યોજાઇ છે.

શ્રી વોરાએ ઉમેર્યુ હતુ કે, રાજયના મહેસુલ ખાતાનું આ આયોજન છે. ગાંધીનગર ઉદ્યોગ ભવનમાંથી તાલીમ માટે તેના ટેકનીકલ નિષ્ણાંતો-અધિકારીઓ ખાસ આવ્યા છે તેમના દ્વારા તાલીમ અપાશે.

(3:57 pm IST)