Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

વસંતે ફુલ ગુલાબી ઉત્સવઃ કાલથી રેસકોર્ષમાં ફલાવર-શો

મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે કાલે સાંજે ઉદ્ઘાટનઃ શહેરીજનોને આ ફલાવર શો નિહાળવા પુષ્કર પટેલ, દેવુબેન જાદવનો અનુરોધ

રાજકોટ તા. ૩૧ :..  રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૦૧/  થી તા.૦૪/   ૪ સુધી  દિવસ બહુમાળી ભવન સામે, ક્રિકેટ સ્ટેડીયમ સ્ટેડીયમ ની બાજુના બગીચામાં ગાર્ડન એકિઝબિશન- ફલાવર શો નું આયોજન કરવામાં આવેલ છે.  જેનું  ઉદદ્યાટન તા.૦૧ ના રોજ સાંજે ૦૬:૦૦ કલાકે  રાજયના શિક્ષણ, ઉચ્ચ ટેકનીકલ વિભાગના માન.મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના  હસ્તે કરવામાં આવશે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડો. જૈમન ઉપાધ્યાય ઉપસ્થિત રહેશે.

 

આ  ફલાવર શોમાં વિવિધ જાતના રંગ બે રંગી પુષ્પો, લતાઓ, પુષ્પોથી બનાવાયેલા પ્રાણીઓ-પક્ષીઓની પ્રતિકૃતિઓ, અવનવા આકારો, મેન્ક્રીચર્સ, અકવેતિક પ્લાટ્સ, કેકેટસ,બોનસાઈ, ઓર્કિડ-વેરાયટી, કલરફુલ ફોલીયેઝ પ્લાટ્સ, પેરેનીયલ પુષ્પો,પામ વેરાયટી, મલ્ટી કલ રોઝ વેરાયટી, જેરોફાયટિક પ્લાટ્સ, સકયુલટ્સ, બલ્બીસ પ્લાટ્સ, જયુંનીપેરસ પ્લાટ્સ, મેડિસિનલ પ્લાટ્સ તેમજ અવનવા પુષ્પો વિગેરેની અંદાજે ૭૦ થી વધુ જાતના પ્લાટ્સ વિગેરેથી સુશોભન કરવા સાથો સાથ સૌરાષ્ટ્રના મુગટ સમાન અને આપણી સંસ્કૃતિના ધરોહર સોમનાથ મહાદેવ મંદિરના ત્રિ-પરિમાણીક, પ્રતિકૃતિ પુષ્પોથી સજાવટ કરી અને આકર્ષણનું કેન્દ્ર ઉભું કરવામાં આવશે.

આ ઉપરાંત વન્યજીવો અને પ્રકૃતિના સમન્વયને તાદસ કરવાના ભાગરૂપે વન વિભાગના વહીવટી સહકારથી 'અરણ્ય-ડોમ' બનાવી અને વન્યજીવોની ઓળખ અને તેના પ્રદૃતિક મહત્વ આપવાના પ્રયાસ કરવામાં આવશે સાથો સાથ આપણા પ્રાણી સંગ્રહાલયના ઝુ-ઇન્ટરપ્રીટેશન ની કૃતિઓ રાખવામાં આવશે.  આ ફલાવર-શોમાં પુષ્પોની વિવિધ પ્રકારની પ્રતિકૃતિઓ (સ્કલ્પચર્સ) સાથોસાથ સૌરાષ્ટ્રના ગ્રામ્ય જીવનની ખેતીના ઝાંખી રૂપ વાહન 'બળદગાડું' અને હાલના રાજકોટની આગવી ઓળખ સમાન પરિવહનમાં ઉપયોગમાં લેવાતા છકડો રીક્ષાને પણ સુશોભિત કરી પ્રદર્શનમાં રાખવામાં આવશે.

સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ અને ઝુ અને બાગબગીચા કમીટીના ચેરમેન દેવુબેન એમ જાદવએ ફલાવર-શો નિહાળવા શહેરીજનોને અનુરોધ કર્યો છે. આ પ્રસંગે પૂર્વ કૃષિ મંત્રી મોહનભાઈ કુંડારીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ગુજરાત મ્યુનિ. ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ, ભીખાભાઈ વસોયા, પુર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, ડે.મેયર ડો. દર્શિતાબેન શાહ, મ્યુનિ. કમિશનર બંછાનિધી પાની, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માંકડ, જીવન કોમર્શીયલ બેંકના એમ.ડી. નરેન્દ્રસિંહ જાડેજા, નવરંગ નેચર કલબ પ્રમુખ વી.ડી.બાલા, માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ પ્રમુખ વિજયભાઈ ડોબરીયા, વિપક્ષ નેતા વશરામભાઈ સાગઠીયા, દંડક રાજુભાઈ અદ્યેરા, તેમજ આ ફલાવર શોમાં રાજય-શહેરમાંથી જુદી-જુદી નર્સરીઓના સંચાલકો તેમજ પર્યાવરણ પ્રેમીઓ વિગેરે ઉપસ્થિત રહેશે. 

ફલાવર શોમાં નેચરલ ફલાવર ડ્રોઇંગ સ્પર્ધાઃ

આ સ્પર્ધામાં ૧૦ થી ર૦ વર્ષથી ઉપરના લોકો ભાગ લઇ શકશેઃ ત્રણ ગ્રુપમાં કોમ્પિટીશન

રાજકોટ તા. ૩૧:  મહાનગરપાલિકા દ્વારા આયોજીત ફ્લાવર શો કમ ગાર્ડન એકઝીબીશન અંતર્ગત ઓપન રાજકોટ ''નેચરલ ફ્લાવર ડ્રોઇંગ કોમ્પીટીશન'' તા.૦૨ સુધી     સમય     સવારે ૯-૦૦   થી ૧૨-૦૦ દરમ્યાન રેસકોર્ષ (બહુમાળી ભવન સામે) રાજકોટ ખાતે આયોજન કરવામાં આવેલ છે. આ હરીફાઈ ત્રણ ગ્રુપમાં નીચેની વિગતે યોજવામાં આવશે. જેમાં ૧૦ થી ૧પ વર્ષ માટે તા. ર નાં શુક્રવારે ૧૬ થી ર૦ વર્ષનાં તા. ૩નાં તથા ર૦ વર્ષથી ઉપરનાં માટે તા. ૪નાં યોજાશે.

  આ સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોએ જે અંદાજીત ૧૧''* ૧૪'' ની સાઈઝમાં નેચરલ ડ્રોઇંગ ફ્લાવરનું ચિત્ર દોરવાનુ રહેશે. આ સ્પર્ધામાં દરેક ગ્રુપના પ્રથમ, દ્વિતીય, તૃતીય તથા બે આશ્વાશન ઇનામ તેમજ ભાગ લેનાર તમામ સ્પર્ધકોને પ્રમાણપત્ર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવશે. આ  ''નેચરલ ફ્લાવર ડ્રોઇંગ કોમ્પીટીશન'' માં આર્ટીસ્ટ, ચિત્રકારો, શાળા કોલેજના વિદ્યાર્થીઓ તેમજ તમામ શહેરીજનો ભાગ લઇ શકશે. ભાગ લેનાર તમામને ડ્રોઇંગશીટ આયોજક તરફથી આપવામાં આવશે. બાકીની ચીજ વસ્તુઓ સ્પર્ધકે લાવવાની રહેશે. કોઇપણ કલરના ઉપયોગથી આપેલ સ્ટોલો પૈકીના ફ્લાવરોમાંથી એકની પસંદગી કરી ચિત્ર દોરવાનું રહેશે.      

ભાગ લેવા ઇચ્છતા સ્પર્ધકોએ પોતાની એન્ટ્રી સ્પર્ધાના સ્થળે સવારે ૮-૦૦ થી ૯-૦૦ કલાક સુધીમાં સ્પર્ધાના દિવસે કરાવવાની રહેશે. આ ''નેચરલ ફ્લાવર ડ્રોઇંગ કોમ્પીટીશન'' માં ભાગ લેવા સૌ શહેરીજનોને તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

(2:53 pm IST)