Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

એસટીના ડીસી દ્વારા રાત્રે ર સુધી દરોડાનો દોર : ત્રણ ખુદાબક્ષ પકડાયા : ૩૦થી વધુ બસો ચેક કરાઇ

ગણવેશ વગરના ૬ ડ્રાઇવર-કંડકટર પકડાયાઃ ત્રણ બસમાં રૂટ બોર્ડ નહોતા-એકમાં ગંદકી ભારોભાર : સુપરવાઇઝરો દ્વારા રાજકોટ-જસદણ-જેતપુર-ધ્રાંગધ્રા-સુરેન્દ્રનગર વિસ્તારમાં ચેકીંગનો દોર

રાજકોટ, તા. ૩૧ : રાજકોટ એસ.ટી. ડીવીઝનના ડિવીઝનલ નિયામક શ્રી દિનેશ જેઠવાએ સપાટો બોલાવી સમગ્ર ડિવિઝનમાં ગઇકાલે રાત્રે ૮ વાગ્યાથી રાત્રે ર સુધી દરોડાનો દોર-ચેકીંગનો દોર શરૂ કરતા સોંપો પડી ગયો હતો.

 

આ અંગે માહિતી આપતા ડીસી શ્રી દિનેશ જેઠવાએ 'અકિલા'ને જણાવેલ કે કુલ ૧ર સુપરવાઇઝરોની ટીમોએ રાજકોટ-જેતપુર-જસદણ-ગોંડલ-ધ્રાંગધ્રા-સુરેન્દ્રનગર ડેપો અને એ વિસ્તારમાં દરોડા પાડયા હતાં.

અંદાજે ૩૦થી વધુ બસો ચેક કરાઇ હતી, જેમાં ૩ જેટલા મુસાફરો ખુદાબક્ષ ઝડપાતા તમામને ૧૦ ગણો દંડ ફટકારી દેવાયો છે.

આ ઉપરાંત ૬ થી ૭ જેટલા ડ્રાઇવરો-કંડકટરો યુનિફોર્મ વગર ઝપટે ચડતા તેમને દંડ ફટકારાયો હતો.

શ્રી જેઠવાએ ઉમેર્યું હતું કે ત્રણ બસમાં રૂટ બપોરે નહોતા તે અંગે પણ કાર્યવાહી કરાઇ છે. એક બસમાં ભારોભાર ગંદકી જોવા મળી હતી. કુલ ૩૦થી વધુ બસો-ડેપોમાં ચેકીંગ કરાયું હતું.

(11:30 am IST)