Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

પૂનમે 'પૂણ્ય'નો પ્રસાદ ચાખશે ઓશો સન્યાસીઓ

ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે મંગળવારે ધ્યાન,સન્યાસ ઉત્સવ, સંતવાણીનો સર્જાશે ત્રિવેણી સંગમઃ આયોજન સ્વીત્ઝરલેન્ડના સ્વામિ પ્રેમમૂર્તિજીનું:સંતવાણીના સારથી તરીકે ડો.બકુલ ટિલાવત...સંચાલકની ભૂમિકામાં સ્વામિ સત્ય પ્રકાશજી

રાજકોટ,તા.૩૦: અહીયા વૈદવાડીમાં આવેલા ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે પવિત્ર વાતાવરણમાં દર માસની પૂનમ ઉમંગભેર ઉજવવામાં આવી રહી છે...એવી જ રીતે મંગળવારે પણ પૂનમના દિવસે વિવિધ કાર્યક્રમોનો લ્હાવો લઇ સૌ ઓશો સન્યાસીઓ, સાધકો 'પૂણ્ય'નો પ્રસાદ ચાખશે.

ઓશોના સૂત્ર 'ઉત્સવ આમાર જાતી-આનંદ આમાર ગોત્ર'ને સાર્થક કરવા કાજે ઓશો ધ્યાન શિબિરો, ઓશો સાહિત્ય પ્રદર્શનો, ઓશો સન્યાસ ઉત્સવ, ભજન, કિર્તન, ગીત-સંગીત સાથે જ વિવિધ સંપ્રદાયોના ઉત્સવો અને વિશ્વ દિવસ જેવા ઉત્સવો-કાર્યક્રમો છેલ્લા ૩૨ વર્ષથી રાત અને દિવસ એમ  ૨૪ કલાક ખુલ્લા રહેતા વિશ્વના એકમાત્ર ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે અવાર-નવાર ઉજવવામાં આવી રહયા છે...ત્યારે તા.૨ ને મંગળવારે પણ પૂનમ સ્નમિતે પરંપરાનુસાર ઓશો ધ્યાન શિબિરનું આયોજન સ્વીત્ઝરલેન્ડના સ્વામિ પ્રેમમૂર્તિજી દ્વારા કરવામાં આવ્યુ છે.જેનું સંચાલન સ્વામિ સત્ય પ્રકાશ તથા સંતવાણીનું સંચાલન ડો.બકુલભાઇ ટિલાવત કરવાના છે...બપોરે ૩ થી રાત્રિના ૮-૩૦ દરમિયાન ઓશોના વિવિધ ધ્યાન પ્રયોગો, વિડીયો દર્શન, સન્યાસ ઉત્સવ, સંધ્યા સત્સંગ, ઓશો કિર્તન સાથે જ ઓશો સન્યાસી સ્વામિ દેવ રાહુલ (મીસ્ત્રી નિતીનભાઇ)નો પૂનમ વિશેનો વિશેષ કાર્યક્રમ યોજાશે.એવી જ રીતે રાત્રે ૮-૩૦ વાગ્યે મહાપ્રસાદનો પણ સૌ લાભ લઇ શકશે. આ પ્રસંગે મહાપ્રસાદ બાદ રાત્રે ૯-૩૦થી ૧૨-૩૦ દરમિયાન સંતવાણીમાં વિવિધ કલાકારો દ્વારા સંતો-મહંતોની રચના ગાઇને સાધકોને ધ્યાનની ગહરાઇમાં લઇ જવાશે.

અત્રે નોંધનીય છે કે, શિબિરમાં સહભાગીતા માટે ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર, ૪-વૈદવાડી, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે, ગોંડલ રોડ ખાતે રૂબરૂ મળવુ...વિશેષ માહિતી માટે સ્વામિ સત્ય પ્રકાશ (મો.૯૪૨૭૨ ૫૪૨૭૬), જયેશભાઇ ટાંક (મો.૯૪૨૬૯ ૯૬૮૪૩) કે મોરબીના અશોકભાઇ રાવલ (મો.૮૪૬૯૭ ૬૦૯૪૭)નો સંપર્ક સાધી શકાય છે.

(4:05 pm IST)