Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

જયુબીલી હોકર્સ ઝોનના થડાધારકો બેકારઃ તંત્ર જાગે

રાજકોટ : જયુબીલી શાકમાર્કેટમાં કોર્પોરેશન દ્વારા બનાવાયેલ હોકર્સ ઝોનના કાયદેસરના થડાધારકો બેકાર બની રહ્યા છે કેમ કે જયુબીલી રોડ ઉપર જાહેરનામાનો ભંગ કરી અને બેફામ દબાણો થાય છે. જેના કારણે હોકર્સ ઝોનમાં કોઇ ગ્રાહક ફરકતુ નથી. આ સ્થિતિમાં દર મહિને કોર્પોરેશનને ભાડુ ચુકવતા કાયદેસરના થડાધારકોની હાલત કફોડી બની છે અને નાછુટકે તેઓને પણ રસ્તા ઉપર દબાણ કરવુ પડે તેવી સ્થિતિ છે. આજે સવારે હોકર્સ ઝોનના થડાધારકોએ એકત્રિત થઇ અને આ સમસ્યાનો ઉકેલ લાવવા માંગ ઉઠાવી હતી. તે વખતની તસ્વીર.

(3:54 pm IST)