Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

પ્રનગર પોલીસ મથકમાં ધમાલ મચાવનાર કોન્સ્ટેબલની હેડ કવાર્ટરમાં બદલી

પોલીસ માટે લાંછનરૂપ ઘટનામાં તપાસના અંતે વધુ પગલાં આવી શકે..

રાજકોટ,તા. ૩૦ : પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં પરમ દિવસે રાત્રે પોલીસ મેને સાથી કર્મચારીઓ સાથે ભલામણ બાબતે ગાળાગાળી અને ઝપાઝપી કરતા પોલીસમેન સામે ખાતાકીય તપાસના અંતે તેની હેડ કવાર્ટર ખાતે બદલી કરવામાં આવી છે.

મળતી વિગત મુજબ પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં પરમ દિવસે ડી સ્ટાફે ટ્રાફીકને અડચણરૂપ વાહન રાખવા બાબતે જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી કરવા એક વ્યકિતને પોલીસ સ્ટેશને લઇ આવ્યા હતા ત્યારે કોન્સ્ટેબલ હરેશ કુકડીયાએ 'મારા સંબંધી છે તેની સામે કોઇ પગલા લેવાના નથી..' તેમ કહીને ડી-સ્ટાફ રૂમમાં ઘસી જઇ દેકારો મચાવ્યા બાદ નીચે બેસતા મહિલા કોન્સ્ટેબલ સાથે પણ બેફામ ગાળાગાળી કરી હતી. આ વખતે સામ સામી ઝપાઝપી થઇ હતી. ડી-સ્ટાફના કર્મચારીઓ સાથી કર્મચારીની ભલામણ રાખતા નથી તેવુ વર્તન કોન્સ્ટેબલ હરેશે કર્યાનું બહાર આવ્યુ હતું. આ મામલે અધિકારીઓ દ્વારા કોન્સ્ટેબલ હરેશ સામે પ્રાથમીક તબક્કે પોલીસ કોન્સ્ટેબલ હરેશ કુકડીયાની તાત્કાલીક અસરથી પોલીસ હેડકવાર્ટરમાં બદલી કરી નાખવામાં આવી છે. તપાસ દરમિયાન વધુ કોઇ જવાબદાર ઠરશે તો તેમની સાથે આવતા દિવસોમાં પગલાં લેવાશે. તેમ આધારભુત રીતે જાણવા મળે છે.

(3:46 pm IST)