Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

વોર્ડ નં.૧પમાં ગંદા પાણીની સમસ્યા ઉકેલોઃ ડી. આઇ. પાઇપ લાઇન નાખો : કોંગ્રેસ

છેલ્લા ઘણા સમયથી ગંદા પાણીની ફરીયાદો રોજીંદીઃ આ અંગે તાકિદે યોગ્ય કરવા વિપક્ષી નેતા ભાનુબેન સોરાણી દ્વારા મ્યુ. કમિશનરને રજૂઆત

રાજકોટ, તા. ૩૦ : શહેરના વોર્ડ નં.૧૫માં આવેલ વિસ્તાર જેવા કે માજોઠી નગર, ગંજીવાડા વિસ્તારની ૮૫ શેરી ગલીઓ, આજી વસાહત વિસ્તાર, મનહર સોસાયટી, મનહર મફતીયાપરા, લાખાજીરાજ સોસાયટી, ભગવતી સોસાયટી, ફારૂકી સોસાયટી, સહિતના વિસ્તારોમાં છેલ્લા ૧૦ વર્ષોથી પીવાના ગંદા પાણીની રોજીંદી ફરિયાદો આવતી હોય તેમજ હાલમાં વોર્ડ નં.૧૨માં પાણી પ્રશ્નો જે જાહેર આરોગ્ય ખતરામાં આવેલ હોય તેવી સ્થિતિ વોર્ડ નં.૧૫માં અવારનવાર થતી હોય ત્યારે હયાત પાણીની લાઈન અને ડ્રેનેજ લાઈનો અંદાજે ૩૫ વર્ષ જેટલી જૂની હોય જેના કારણે ડ્રેનેજ ગટરના પાણી પીવાના પાણીની પાઈપલાઈનમાં ભળતું હોય છે. ત્યારે આ વિસ્તારની સમસ્યા ઉકેલવા ડી.આઇ. પાઇપલાઇન નાંખવા વિપક્ષી નેતા ભાનુબેન સોરાણી દ્વારા મ્યુ. કમીશ્નરને રજુઆત કરી છે.

આ અંગે ભાનુબેનએ પાઠવેલ પત્રમાં જણાવ્યું હતું કે, આ વિસ્તારની સમસ્યા અંગે અનેકવખત પીવાના પાણી પ્રશ્નોે લેખિત-મૌખિક રજુઆતો કરેલ છે ત્યારે વોર્ડ નં.૧૫માં મેઈન્ટેનન્સ પાછળ જે ખર્ચ થઇ રહ્યો છે જે નાણાનો વેડફાટ થતો હોય તેમજ આ જગ્યાએ નવી લાઈન નાખવામાં આવે તો આ તમામ પ્રશ્નોેનું નિરાકરણ લાવી શકાય તેમ છે.

(3:38 pm IST)