Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

પીજીવીસીએલમાં IASની નવી પોસ્ટ ઉભી કરાઇઃ જોઇન્ટ મેનેજીંગ ડીરેકટર તરીકે પ્રિતી શર્માઃ મ્યુ. કમીશનરના ધર્મપત્ની

આજે અથવા શુક્રવારે ચાર્જ સંભાળશેઃ ર૦૧૬ ની બેચના અધિકારીઃ ગુજરાત ટેલીકોમના ડેપ્યુટી કન્ટ્રોલર તરીકે ફરજ બજાવી ચૂકયા છે

રાજકોટ તા. ૩૦ :.. રાજય સરકારે એક મહત્વનો નિણર્ય લઇ પીજીવીસીએલમાં આઇએએસની નવી પોસ્ટ ઉભી કરી છે, અને જોઇન્ટ મેનેજીંગ ડીરેકટર તરીકે ઉભી કરાયેલ આ પોસ્ટ ઉપર ર૦૧૬ ની બેચના આઇએએસ ઓફીસર શ્રી પ્રિતી શર્માની નિમણુંક કરતો ઓર્ડર કર્યો છે, અત્રે એ નોંધનીય છે કે શ્રી પ્રિતી શર્મા રાજકોટના મ્યુ. કમીશ્નર શ્રી અમીત અરોરાના ધર્મપત્ની થાય છે, શ્રી પ્રિતી શર્મા આજે બપોર બાદ અથવા શુક્રવારે ચાર્જ સંભાળે તેવી શકયતા છે.

પીજીવીસીએલ.માં વર્તમાન એમ. ડી. પાસે કામનું જબરૂ ભારણ છે, આથી આ બોજો હળવો કરવા સરકારે આ મહત્વની નવી પોસ્ટ ઉભી કરી છે.

રાજકોટ પીજીવીસીએલમાં મૂકાનાર પ્રીતી શર્મા આ પહેલા ગુજરાત ટેલીકોમ વિભાગમાં ડે. કન્ટ્રોલર કમિશનર તરીકે ફરજ બજાવી ચૂકયા છે, એ પહેલા તેઓ યુટી સીવીલ સર્વિસ ર૦૦૯ માં પાસ કર્યા બાદ આસી. કમીશનર સેલટેક્ષમાં ર૦૧ર થી ર૦૧૬ દરમિયાન ફરજ ઉપર હતાં.

ત્યારબાદ તેમણે સીવીલમાં -યુપીએસસી પરીક્ષા હાઇટેન્કમાં ર૦૧૬ માં પસાર કરી - ઇન્ડીયન પોસ્ટલ ટેલીમાં ઓર્ડર થયો હતો, ત્યાંથી તેમનો ઓર્ડર ગુજરાતમાં થયો હતો, અને હવે રાજકોટ પીજીવીસીએલ.માં જોઇન્ટ એમ. ડી. તરીકે નિમણુંક અપાઇ છે.

(3:34 pm IST)