Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

૬ વર્ષની વિહાએ સ્ટેટ રોલર સ્કેટીંગમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવ્યા

૧૧ મીએ દિલ્હી ખાતે નેશનલ ચેમ્પિયનશીપમાં પ્રતિનિધિત્વ

રાજકોટ તા. ૩૦: તાજેતરમાં અમદાવાદ ખાતે યોજાયેલી ૪૧ મી સ્ટેટ રોલર સ્કેટિંગ ચેમ્પિયનસીપ સ્પર્ધા (૫ થી ૭ વર્ષના ગ્રુપ)માં  વિહા પાર્થભાઈ દરજીએ ગોલ્ડ અને સિલ્વર મેડલ હાંસિલ કરી સમગ્ર ગુજરાતમાં બીજો નંબર પ્રાપ્ત કર્યો છે. આ સિદ્ધિ બાદ હવે ૧૧ ડિસેમ્બરના દિલ્હી ખાતે નેશનલ ચેમ્પિયનશીપ સ્પર્ધામાં ગુજરાત તરફથી પ્રતિનિધિત્વ કરશે. માત્ર ૬ વર્ષની ઉમરે વિહા આ સફળતા મેળવી પરિવારનું ગોૈરવ વધાર્યુ છે.

(3:09 pm IST)