Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

રૂરલ એસપી કચેરી સામે ફિનાઇલ પી લેનાર ૧૭ વર્ષની કશિશનું મોત

ભાડાનું મકાન ખાલી કરાવાયા પછી પણ હેરાનગતિનો આક્ષેપ

રાજકોટ તા. ૩૦: ગોંડલ રોડ પર સરદાર એપાર્ટમેન્ટમાં રહેતી કશિશ મહેબૂબભાઇ માંડવીયા (ઉ.વ.૧૭)એ પરમ દિવસે રાજકોટ રૂરલ એસપીની કચેરી સામે ફિનાઇલ પી લેતાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. તેણીનું સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. કશિશના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે તેઓ શાપર વેરાવળ ભાડાના મકાનમાં રહેતાં હોઇ ત્યાં મકાન માલિકે મકાન ખાલી કરાવ્યું હતું. આ પછી પણ હેરાનગતિ શરૂ કરવામાં આવી હતી. આ મામલે શાપર પોલીસમાં રજૂઆત થઇ હતી. પરંતુ કોઇ કાર્યવાહી ન થતાં સગીરાએ કંટાળીને એસપી ઓફિસ સામે આવીને ફિનાઇલ પી લીધું હતું.

(3:03 pm IST)