Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

ભુદેવ સેવા સમિતિ દ્વારા સમગ્ર ડિસેમ્બરમાં સંગઠન પર્વઃ નવા વર્ષ ૨૦૨૨માં વિવિધ કાર્યક્રમોની વણઝાર

વોર્ડવાઈઝ કમીટી બનાવાશે, ચિંતન બેઠક, પારિતોષીક વિતરણ સહિતના કાર્યક્રમો

રાજકોટ,તા.૩૦: ભૂદેવ સેવા સમિતિ દ્વારા ૧લી ડિસેમ્બર થી ૩૧મી ડિસેમ્બર સુધી 'સંગઠન પર્વ'ની ઉજવણી કરવામાં આવશે. સમાજના રાજકીય વિકાસ અને ઉત્થાન માટે જાન્યુઆરી ૨૦૨૨ના રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર- કચ્છ બ્રહ્મસમાજના અગ્રણીઓની ચિંતન બેઠક- યોજાશે. પાંચ હજાર સભ્યો નોંધણીના લક્ષ્ય લઈને વોર્ડવાઈઝ કમિટિ બનાવવામાં આવશે. આગામી નવા વર્ષ ૨૦૨૨માં વિવિધ કાર્યક્રમોની વણઝાર જોવા મળશે તેમ સમિતિના ચેરમેન અને બ્રહ્મયુવા અગ્રણી તેજસ ત્રિવેદીએ જણાવ્યું છે.

બ્રહ્મ પરિવારો એક તાંતણે બંધાય તે માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ તા.૧લી ડિસેમ્બરથી ૩૧મી ડીસેમ્બર સુધીમાં ભૂદેવ સેવા સમિતિમાં આજીવન સભ્યોની નોંધણી શરૂ કરવામાં આવી છે. આવનારા દિવસોમાં વોર્ડવાઈઝ અલગ અલગ સમિતિ બનાવી ૩૧ ડિસેમ્બર સુધીમાં રાજકોટ શહેરના તમામ વોર્ડમાં સભ્ય નોંધણી કરવા તથા પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, કારોબારી સભ્યોની વરણી કરવામાં આવશે. અત્યાર સુધી ૧૭ હજારથી વધુ સભ્યોની નોંધણી થઈ છે અને બધાને સંસ્થા દ્વારા એક ઓળખપત્ર (આઈડી કાર્ડ) પણ આપવામાં આવે છે. આગામી ૩૧મી ડિસેમ્બર સુધીમાં વધુ ૫ હજાર સભ્યોની નોંધણી થાય તે વોર્ડવાઈઝ યુવા સભ્યો દ્વારા વોર્ડ વાઈઝ ગ્રુપ મીટીંગ માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી રહી છે. સમાજના ડોકટર્સ, શિક્ષક, વકીલ, એન્જીનીયર, કોર્પોરેટ ક્ષેત્રમાં કાર્યરત લોકો અને સેવાના યજ્ઞમાં જોડાનાર તમામ બ્રહ્મ પરિવારોને સંસ્થામાં 'આજીવન સભ્ય' તરીકે જોડાવા પ્રેરિત કરશે.

સંસ્થાના ટ્રસ્ટી શ્રી દિલીપભાઈ જાની જણાવે છે કે દર વર્ષની જેમ આગામી ૨૦૨૨ના નવા વર્ષમાં પણ કાર્યક્રમોની હારમાળા સર્જવા નવા યુવાનો પુરી ટી ડીસેમ્બર મહિનામાં 'સંગઠન પર્વ' સભ્ય નોંધણી કરવામાં આવશે. સમાજના રાજકીય વિકાસ અને ઉત્થાન માટે જાન્યુઆરી ૨૦૨૨ના રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર- કચ્છ બ્રહ્મસમાજના અગ્રણીઓની ચિંતન બેઠક. ફેબ્રુઆરી માસમાં વોર્ડ વાઈઝ પ્રમુખ, ઉપપ્રમુખ તથા મહામંત્રીની વરણી કરવામાં આવશે. માર્ચ મહિનામાં રાજકોટ શહેરના તમામ વોર્ડમાં ભૂદેવ સેવા સમિતિ દ્વારા કાર્યાલય ખોલવામાં આવશે. એપ્રિલ મહિનામાં બ્રહ્મ યુવાનો દ્વારા વોર્ડવાઈઝ ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. મે મહિનામાં ભૂદેવ સેવા સમિતિનો સ્થાપના દિવસની ઉજવણીમાં અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. જુન માસમાં વિદ્યાર્થીઓના વેકેશન દરમ્યાન સેમિનાર, વકૃત્વ સ્પર્ધા, ડીબેટ, જ્ઞાનવર્ધક સમર કલાસીસ વગેરેનું આયોજન કરવામાં આવશે. જુલાઈમાં બ્રહ્મ મહિલા મંડળ દ્વારા સમગ્ર માસ દરમ્યાન વિવિધ એકટીવીટીઝ કરવામાં આવશે. ઓગષ્ટ મહિનામાં ડો.યાજ્ઞિક રોડ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય ગણેશોત્સવ, ઓગષ્ટમાં સમસ્ત બ્રહ્મસમાજના બાળકો માટે ભવ્ય વિદ્યાર્થી પારિતોષિત વિતરણ તથા સન્માન સમારોહનું, ઓકટોબરમાં બ્રહ્મસમાજના સમગ્ર પરિવારો માટે હાઈટેક નવરાત્રી મહોત્સવનું, નવેમ્બરમાં દિવાળી નિમિતે રાહત દરે ફટાકડા વિતરણ, કેલેન્ડર વિતરણ તથા બ્રહ્મ પરિવારોનું સ્નેહ મિલન, ડીસેમ્બરમાં હાઇટેક યુવક- યુવતિ પરિચય મેગા સંમેલનનું આયોજન હાથ ધરવામાં આવશે.

આ સંગઠનને સફળ બનાવવા તેજસ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ નિરજ ભટ્ટ, વિશાલ ઉપાધ્યાય, માનવ વ્યાસ, યજ્ઞેશ ભટ્ટ, જીજ્ઞેશભાઈ ત્રિવેદી, વિમલ અધ્યારૂ, આકાશ ભટ્ટ, સંદીપ ભટ્ટ, મીત ભટ્ટ, રૂપેશ જોષી, દિલીપ રાવલ, જયભાઈ ત્રિવેદી, ભરતભાઈ દવે, મયુરભાઈ વોરા, સંદીપભાઈ પંડયા, પરાગભાઈ મહેતા, જયોતિન્દ્રભાઈ પંડયા, શીરીષભાઈ વ્યાસ, પ્રશાંતભાઈ ઓઝા, પ્રશાંતભાઈ વ્યાસ, અશોકભાઈ મહેતા, મેહુલ ભટ્ટ, જીજ્ઞેશભાઈ પંડયા, હિરેન શુકલ, રાજન ત્રિવેદી, વિરલભાઈ જોષી, નિશાંતભાઈ રાવલ, વિશાલભાઈ, ચિરાગ ઠાકર, મનન  ત્રિવેદી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

ફોર્મ તેમજ વધુ માહિતી માટે સંસ્થાના કાર્યાલય- ભૂદેવ સેવા સમિતિ, ૨૨૦- ગોલ્ડન પ્લાઝા, અતુલ મોટર્સ સામે, ટાગોર રોડ, રાજકોટ ખાતે તેજસ ત્રિવેદી મો.૯૯૦૪૦ ૦૪૮૩૮, નિરજ ભટ્ટ મો.૮૩૨૦૬ ૧૯૩૧૩, વિશાલ ઉપાધ્યાય મો.૮૫૧૧૮ ૪૫૫૭૫નો સંપર્ક કરવા જણાવાયું છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(2:53 pm IST)