Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

રવિવારે ૬ દિકરીઓના સર્વજ્ઞાતિય સમુહલગ્ન

આઇશ્રી ખોડીયાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજનઃ ૬ દિકરીઓના તાજેતરમાં લગ્ન સંપન્ન થાય : કરીયાવરમાં ૫૦ વસ્તુઓ અપાશે, રકતદાન કેમ્પ, બ્લડપ્રેશર ચેકઅપ, વ્યસનમુકિત, થેલેસેમીયા નાબુદી, ચકલીના માળા વિતરણ જેવા કાર્યક્રમો

રાજકોટઃ તા.૩૦, આઇશ્રી ખોડીયાર ચેરીટેબલ ટ્રસ્ટ તથા ખોડીયાર ગ્રુપ દ્વારા આગામી તા.૫ ડિસે.ને રવિવારે આઇ શ્રી ખોડીયાર ચેરીટેબલ ટ્રસ્ટ, આવકાર સીટી ગાર્ડન પરીન ફર્નીચર પાછળ વાવડી ગોંડલ રોડ રાજકોટ ખાતે સર્વજ્ઞાતિય ૧૨ સમુહલગ્ન નિઃશુલ્કનું આયોજન કરવામાં આવ્યું છે. શનિવારે શુભ ચોઘડીયે, જાન આગમન તા.૦૫ રવિવારે વહેલી સવારે સામૈયા સવારે ૭ કલાકે હસ્તમેળાપ સવારે ૯ કલાકે ભોજન સમારંભ રાખેલ છે.

ઉલ્લેખનીય છે કે આઇશ્રી ખોડીયાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અંધ-અપંગ તથા બીમાર ગાયોને દવા તથા ઓપરેશન સહિતની સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે. આ સમુહલગ્નમાં કન્યાઓને દાતાઓના સહયોગથી કબાટ, સેટી પલંગ, ગાદલા, કાનની બુટી સહિત ૫૦ વસ્તુઓ આપવામાં આવશે.

પ્રવર્તમાન સમયમાં રકતની જરૂરીયાત ઉભી થઇ છે. સિવીલ હોસ્પિટલના જરૂરીયાતમંદ દર્દીઓ તેમજ થેલેસેમીયા પીડીત બાળકો માટે નિઃશુલ્ક લોહી મળી રહે તે માટે રકતદાન કેમ્પ, ચક્ષુદાન, દેહદાન, અંગદાન સંકલ્પ, કેમ્પ સાથમાં જ ઇન્ડિયા રીનલ ફાઉન્ડેશન દ્વારા કીડનીના રોગોની જાગૃતિ અંગે કાર્યક્રમ તથા ડાયાબીટીસ અને બ્લડપ્રેશર ચેકઅપ કેમ્પ નિઃશુલ્ક કરાશે. ઉપરાંતમાં પ્રસંગ સ્થળે વ્યસન મુકિત અભિયાન થેલેસેમીયા નાબુદી અભિયાન શાહાકાર પ્રચાર-પ્રસાર અભિયાન પણ યોજાશે. દરેક સ્વજનોનું સ્વાગત ચકલીના માળા, પર્યાવરણના પુસ્તકથી કરાશે. અંગદાન-ચક્ષુદાન અંગેની માહિતી માટે મિતલ ખેતાણી (મો.૯૮૨૪૨ ૨૧૯૯૯) નો સંપર્ક કરવો.

સમગ્ર આયોજનને સફળ બનાવવા  દિલીપભાઈ સુરાણી, મિતેશભાઈ રૂપારેલીયા, રવીભાઈ કણઝારા, લલીતભાઈ દેવળીયા, પ્રશાંતભાઈ પુજારા (મો.૯૪૨૬૪ ૫૦૭૨૪)  રોહીતભાઈ મલોવા (મો.૮૦૦૫૯ ૮૩૯૪૦), કુનાલભાઈ પુજારા, મુકેશભાઇ ડાભી, સુમીતભાઈ વાડોદરીયા, મયુરભાઇ કુબાવત, પ્રદિપભાઈ સુરાણી, દલસુખભાઇ સોંદરવા, ધર્મેન્દભાઈ દુબે, અતુલભાઈ ગોહેલ, વિજયભાઈ સંચાણીયા, અજયભાઈ પરમાર, સાગરભાઈ કકકડ, સંકેતભાઈ રાઠોડ, નીરવ રૂપારેલીયા, સાગરભાઈ માધવાણી, ધીરૂભાઈ સાવલીયા, જયેશભાઈ મારડીયા, હિતેષભાઈ મિસ્ત્રી, વિપુલભાઈ સુરાણી, ધરમવીર લોઢા, ઉમેશમાઈ મકવાણા, ચંદુભાઈ પુરોહીત, ભરતસિંહ જાડેજા, મુકેશભાઈ લીંબાસીયા, રાજુભાઈ સુરાણી, અશ્વીનભાઈ છનીયારા, શૈલેષભાઈ પુરોહીત, ભરતભાઈ પરમાર, વિજયભાઈ પટેલ, કમલેશભાઈ પટેલ, કમલભાઈ શીંગાળા, તથા ડીવાઈન ફિલ ગ્રુપ, બજરંગ ગ્રુપ, આગમન સીટી પરીવાર, આવકાર સીટી પરીવાર તથા ખોડીયાર ગ્રુપના મહિલા શકિતના બહેનો પ્રિતીબેન સોલંકી, મૌસમીબેન સુરાણી, જયશ્રીબેન પરમાર, વિણાબેન સુરાણી, પુજાબેન ડાભી, હીનાબેન ઘોયલ, ખુશીબેન દેવળીયા, સોનલબેન કણઝારા, પીંકીબેન મલોવા, સોનલબેન દેવળીયા, દિવ્યાબેન ચૌહાણ, ભાવનાબેન સોલંકી, ભારતીબેન કણઝારા, મીનાબેન દેવળીયા સહિતના કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી રહયાં છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(2:52 pm IST)