Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

પંચશીલ સ્કુલમાં કેન્ડલ લાઇટથી રેડ રિબન

 વિશ્વ એઇડ્સ દિવસ નિમીતે સમગ્ર વિશ્વમાં ૧લી ડિસેમ્બરે વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા તેના ભાગરૂપે પંચશીલ સ્કૂલ ખાતે એઇડ્સ પ્રિવેન્સન કલબ દ્વારા ૧૦૦૦ મિણબત્તીની વિશાળ કેન્ડલ લાઇટ રેડ રિબનનો જનજાગૃતિનો જગમગાટ કર્યો હતો. શાળાના ધો. ૯ થી ૧ર ના પપ૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સમગ્ર આયોજનમાં સંસ્થાના ચેરમેન અરૂણ દવે, પંચશીલ સ્કૂલના મેનેજીંગ ટ્રસ્ટી ડો. ડી. કે. વાડોદરીયા, યોગીરાજસિંહ જાડેજા અને વિશાલ કમાણી સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. પ્રારંભે ધો. ૧૦ થી ૧ર ના વિદ્યાર્થીઓ આ વર્ષના સ્લોગન ''અસમાનતા દુર કરો, એઇડસ નાબુદ કરો'' અને રોગચાળાને ખતમ કરોના નારા લગાવ્યા હતા ને છાત્રોએ સંકલ્પ કર્યો હતો. 

(2:50 pm IST)