Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા અને બે લાખ ૬૦ હજારનું વળતર ચુકવવા હૂકમ

રાજકોટ, તા.૩૦: રાજકોટની કોર્ટ દ્વારા નેગોશ્યેબલ ઇન્સ્ટુમેન્ટ એકટ હેઠળ આરોપી હારૂનશા મામદશા શાહમદારને રૂ.૨,૬૦,૦૦૦/ વળતર ચુકવવાનો હુકમ ફરમાવેલ અને વળતર ન ચુકવે તો વધારાની છ માસની સજા કોર્ટ દ્વારા ફરમાવેલ હતી.

આ કેસની ટુંકમાં વિગત એવી છે કે, ફરીયાદી અબ્દુલભાઇ અસલમભાઇ અલાણા પાસેથી આરોપી હારૂનશા મામદશા શાહમદાર એ સંબંધના દાવે બીમારી સબબ જરૂરી દવાઓ તથા બીલો ચુકવવા હાથ ઉછીના રૂ.૨,૬૦,૦૦૦/ લીધેલ હતા. ત્યારબાદ સદરહું રકમની માંગણી કરતા આરોપીએ તા.૧૩-૬-૨૦૧૯ના રોજનો રૂ.૨,૬૦,૦૦૦/નો ચેક આપેલ. જે ચેક 'એકાઉન્ટ બ્લોકડ' ના શેરાા સાથે પરત ફરતા, ફરીયાદીએ આરોપીને તેમના એડવોકેટ મારફત ડીમાન્ડ નોટીસ પાઠવેલ છતાં નોટીસમાં જણાવેલ દિવસ-૧૫ની અંદર ચેક મુુજબની રકમની ચુકવણી ન કરતા ફરીયાદી અબ્દુલભાઇ અસલમભાઇ અલાણાએ હારૂનશા મામદરા શાહમદાર વિરૂધ્ધ રાજકોટની કોર્ટમાં નેગોશ્યેબલ ઇન્સટુમેન્ટ એકટની કલમ-૧૩૮ હેઠળ ફરીયાદ દાખલ કરેલ હતી.

ત્યારબાદ ફરીયાદપક્ષે થયેલ રજુઆત ધ્યાને લઇ રાજકોટના એડી.ચીફ જયુ.મેજી.શ્રીએ આરોપી હારૂનશા મામદશા શાહમદારને દોષિત ઠરાવી ૧ વર્ષની કેદની સજા તથા રૂ.૨,૬૦,૦૦૦/ વળતરની રકમ ફરીયાદીને ૧ માસની અંદર ચુકવી આપવા હુકમ કરેલ છે તથા જો આરોપી ૧ માસની અંદર રકમ ન ચુકવે તો વધુ છ (૬) માસની કેદની સજાનો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં ફરીયાદી અબ્દુલભાઇ અસલમભાઇ અલાણા વતી રાજકોટનાં ધારાશાસ્ત્રી હાર્દિક આર.દવે રોકાયેલ હતા.

(2:48 pm IST)