Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

જામનગરના પરિણિત યુવાનના અકસ્માત મૃત્યુના કેસમાં ર૩ લાખનું વળતર મંજુર

રાજકોટ તા. ૩૦: જામનગરનાં પરણિત યુવાનનાં વાહન અકસ્માત મૃત્યુનાં કેસમાં રૂ. ર૩,૦૦,૦૦૦/-નું જંગી વળતર મંજુર કરવાનો રાજકોટ ટ્રીબ્યુનલે હુકમ કરેલ હતો.

આ અંગેની હકીકત એવીસ છે કે જામનગરમાં રહેતા ગુજ. અલ્તાફ હુસૈન ગફાર હુસૈન ઠાસરીયા તા. ર૭/૦પ/ર૦૧પ ના રોજ અકસ્માતમાં સંડોવાયેલ કારમાં બેસીન. જતાં હતા ત્યારે કાર પલ્ટી ખાઇ જતાં ગુજરનારને સૌ પ્રથમ વોકહાર્ટ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવેલ અને ત્યારબાદ તેઓને ઘેર લઇ જવામાં આવેલ અને અકસ્માત બાદ આશરે દોઢ માસ બાદ તેઓનું મૃત્યુ થવા પામેલ. પરંતુ તેઓનાં વારસદારો કાયદાથી અજ્ઞાન હોય, તેઓ દ્વારા ગુજરાનારનું પી.એમ. કરવામાં આવેલ નહીં. જેનાં કારણે વીમા કંપની દ્વારા એવો બતાવ લેવામાં આવેલ કે ગુજરનારનું પી.એમ. કરાવવામાં આવેલ ન હોય, તેઓની વળતર ચુકવવાની જવાબદારી વીમા કંપનીની થાય નહીં. પરંતુ શ્રી કલ્પેશ કે. વાઘેલા, એડવોકેટ દ્વારા ગુજરનારે વોકહાર્ટ હોસ્પીટલમાં સારવાર લીધેલ હોય, તેઓનાં ડો. શ્રી જોગાણીને આ કામમાં તપાસવામાં આવેલ અને ડોકટર દ્વારા ગુજરનારનું મૃત્યુ અકસ્માતવાળી ઇજાઓને લીધેલ થયેલ છે તેવું ડોકટરની જુબાની દ્વારા સાબીત કરવામાં આવેલ. આ જુબાની અને જુદા જુદા જજમેન્ટોને ધ્યાનમાં લઇને કોર્ટ દ્વારા વ્યાજ સહિત રૂ. ર૩,૦૦,૦૦૦/-નો હુકમ કરવામાં આવેલ. ઉપરોકત કલેઇમમાં કલ્પેશ કે. વાઘેલા તથા ભાવીન આર. હદવાણી (પટેલ) દ્વારા સુપ્રીમ કોર્ટનાં જજમેન્ટો તથા દલીલ રજુ કરતાં, કોર્ટ દ્વારા ગુજરનારની ભવિષ્યની આવક ધ્યાને લઇ ઉપરોકત રકમ મંજુર કરવામાં આવેલ. આ ઉપરાંત કોરોના કાળમાં કોર્ટની કાર્યવાહી આશરે દોઢ વર્ષ બંધ રહેલ છતાં પણ ખુબ જ ટુંકા સમય ગાળામાં એટલે કે માત્ર પાંચ વર્ષ અને છ માસનાં ટુંકા ગાળામાં જંગી વળતર મંજુર કરાવવામાં આવેલ હતું.

આ કામમાં ગુજરનારના વારસદાર તરફથી રાજકોટના વકીલશ્રી કલ્પેશ કે. વાઘેલા, ભાવિન આર. પટેલ, અર્જુન ડી. કારીયા (ગઢવી) તથા શ્રધ્ધા અકબરી (પટેલ) રોકાયેલ હતા.

(2:46 pm IST)