Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

લગ્નમાં જતી વખતે બાઇક સ્લીપ થયું: કુંકાવાવ દેવગામના આહિર વૃધ્ધનું મોત

કરસનભાઇ લાવડીયાએ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૩૦: બાબરાન અને નીલવડા વચ્ચે બાઇક સ્લીપ થઇ જતાં દેવગામના આહિર વૃધ્ધનું ગંભીર ઇજા થતાં મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

જાણવા મળ્યા મુજબ દેવગામ રહેતાં કસરનભાઇ મેણંદભાઇ લાવડીયા (ઉ.વ.૭૩) ગઇકાલે બપોરે બાઇક હંકારી નજીકના સુખપર ગામે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા જઇ રહ્યા હતાં ત્યારે રસ્તામાં નીલવડા પાસે બાઇક સ્લીપ થઇ જતાં ઇજાઓ થતાં  બાબરા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી કાગળો બાબરા પોલીસને મોકલ્યા હતાં.

(11:22 am IST)