Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

સદ્દગુરૂ આશ્રમે 'અમૃતધારા'નું વિનામૂલ્યે વિતરણ

કફ, શરદી સહિત અનેક રોગો માટે ખૂબ જ ઉપયોગીઃ નવસેકા પાણીમાં અથવા સાકર કે મધમાં અમૃતધારાના એક-બે ટીપા નાંખી લઈ શકાય

રાજકોટઃ પ.પૂ.શ્રી રણછોડદાસબાપુ આશ્રમ, રાજકોટ પ.પૂ.શ્રી સદ્દગુરૂદેવ ભગવાનશ્રીએ બતાવેલ ઔષધીએ પ્રસાદ અમૃતધારાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે.

પ.પૂ.શ્રી સદ્દગુરૂદેવ ભગવાનશ્રી રણછોડદાસજીબાપુશ્રીએ માનવ સેવામાં ધર્મપણેતા હતા અને તેઓએ અનેક લોકોને ભોજન, નેત્રયજ્ઞ દ્વારા આંખ તથા અનેક રાહતકાર્યો થકી માનવસેવાનો ધર્મ સ્થાપયો હતો, અને એટલે જ તેઓને માનવ સેવામાં ધર્મ પ્રણેતા કહેવામાં આવે છે.

આવી જ તેઓની અનન્ય ઔષધીય પ્રસાદી વર્ષો પહેલા લોકોને રોગોમાંથી મુકિત આપવા માટે તેઓએ ઔષધીય રીત બતાવેલ હતી, જેને તેઓએ અમૃતધારા કહી હતી. જે અમૃતધારાનો પ્રયોગ માટે કપુર (રાસ કે ભીમસેની), મેન્થોલ, પીપરમેન્ટ, અજમાના ફુલ (થાયમોલ) સરખે ભાગે જરૂર મુજબ ૫૦/૧૦૦/૨૦૦ ગ્રામ ત્રણે વસ્તુ ભેગી કરવાથી ૨૪ કલાકમાં તે આપોઆપ પ્રવાહી બની જાય છે અને તે અમૃતધારા તરીકે ઓળખાય છે. આ ઔષધીય એરટાઈટ બોટલમાં રાખવામાં આવે છે.

કફ, શરદી વિગેરે માટે અમૃતધારા ઉત્તમ છે. અમૃતધારા ઉલ્ટી, ઝાડા, તાવ, શરદી, ખાંસી, માથાનો દુઃખાવો, પેટના રોગો (આફરો, મંદાગ્નિ, એસીડીટી) તથા  દાંતના રોગો પાયોરીયા, મોઢામાં પરૂ, હલતા, દુઃખતા દાંત, મોંની દુઃર્ગધ, વાયુ, સાંધાનો દુઃખાવો, રકત વિકાર, કફ, દમ, કાનનો દુઃખાવો, પરૂ નિકળવું, જંતુના ડંખ વિગેરેમાં અમૃતધારા ઉપયોગી છે.

જો કે ગુરૂદેવ જણાવેલ કે દુધ પીવડાવતી માતાએ અમૃતધારાનો ઉપયોગ ન કરવો, કારણ કે કપુર દુધને શુકવી નાંખે છે. અમૃતધારાની કોઈ આડ અસર નથી.

અમૃતધારા ઔષધ વાપરવાની રીતઃ- જરૂર પડે તો સીધો ઉપયોગ કરવો, નવશેકુ  પાણી, સાકર કે મધ સાથે અમૃતધારાનાં એક- બે ટીંપા લઈ શકાય છે.

અમૃતધારા મેળવવાનું સ્થળ- પ.પૂ.શ્રી રણછોડદાસબાપુ આશ્રમ, કુવાડવા રોડ, રાજકોટ મો.૯૫૮૬૩ ૦૮૧૭૮, ૮૪૬૦૯ ૨૮૫૦૮

(3:47 pm IST)