Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

ગુરૂનાનક જયંતિ : ગુરૂદ્વારા સહીતના ધર્મસ્થાનો પર સિમિત સંખ્યામાં પૂજા પાઠ : સાંજે ઘરે ઘરે દીપ પ્રાગટયની અપીલ

રાજકોટ : શીખ અને સિંધી  સમાજના પ્રથમ ધર્મગુરૂ શ્રીગુરૂનાનક દેવની  આજે  જન્મજયંતી  હોય ઠેર-ઠેર ધર્મમય કાર્યક્રમોનું  આયોજન થયું છે. આમ તો વર્ષો વર્ષ દાંડીયારાસ, નાચગાન, આતશબાજી, કેક કાપીને શ્રી ગુરૂનાનક જન્મોત્સવ ઉજવવામાં આવતો. ઠેર-ઠેર સત્સંગ, ભજન, કણાપ્રસાદ વિતરણ, રકતદાન કેમ્પ સહિતના કાર્યક્રમોના આયોજનો કરવામાં આવતા. પરંતુ હાલ કોરોના સંક્રમણની પરિસ્થિતી ધ્યાને લઇ સીમીત આયોજનો કરવામાં આવ્યા છે. લોકોએ ઘરે ઘરે દિપપ્રાગટય કરી ગુરૂનાનકની ભકિત કરવા અપીલો થઇ છે. શહેરમાંસદર,  પરસાણા નગર, રામનાથપરા,  જંકશન પ્લોટ  સહિતના વિસ્તારોમાં  નાનકદેવજીનાં  જન્મોત્સવની આજે સાદગીભેર ઉજવણી કરાઇ રહી છે. દરમિયાન અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા પણ ગુરૂનાનક જન્મ જયંતિ નિમિતે દીપાંજલીનું આયોજન થયુ છે. રાજકોટમાં આવેલ ગુરૂદ્વારા સહીતના ધર્મસ્થાનો પર લોકોની સીમીત હાજરીમાં પુજા, પાઠ કરવામાં આવેલ. તે સમયની વિવિધ તસ્વીરો નજરે પડે છે. ૧૬.૫) (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:38 pm IST)
  • દેશમાં પ્રવર્તતી કોવિડ-૧૯ની પરિસ્થિતિની ચર્ચા કરવા મોદી સરકારે ૪થી ડિસેમ્બરે સવારે ૧૦:૩૦ વાગ્યે સર્વપક્ષીય બેઠક બોલાવી છે access_time 2:01 pm IST

  • દેશમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં સતત વધારો : એક્ટિવ કેસમાં ઘટાડો : રાત્રે 11-30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 30,664 કેસ નોંધાયા : કુલ કેસની સંખ્યા 94, 62, 739 થઇ : એક્ટીવ કેસ 4,35,176 થયા : વધુ 41,427 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 88,77,740 રિકવર થયા : વધુ 472 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,37, 649 થયો access_time 12:12 am IST

  • દિલ્હીમાં કોરોના ટેસ્ટના ભાવમાં ધરખમ ઘટાડો: દિલ્હીમાં આરટી-પીસીઆર પરીક્ષણના ભાવ રૂ. ૨૪૦૦ થી ઘટીને રૂ. ૮૦૦ થઈ ગયાનું કેજરીવાલની "આપ" સરકારનું કહેવું છે. access_time 8:52 pm IST