Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

કર્ફયુની ૯મી રાતે જાહેરનામા ભંગના સેંકડો કેસઃ ઠેકઠેકાણે ચેકીંગઃ ૯ પછી એસટી બસો પણ બંધ

રાજકોટઃ કોરોના સંક્રમણ અટકાવવા રાત્રી કર્ફયુનો પોલીસ કડક અમલ કરાવી રહી છે. શહેરના તમામ એન્ટ્રી પોઇન્ટ, મુખ્ય રસ્તાઓ તેમજ શેરીઓ ગલીઓમાં પણ પોલીસ પેટ્રોલીંગ કરે છે. રાત્રે કર્ફયુના નિયમનું પાલન કરાવતી પોલીસ દિવસે માસ્ક ન પહેરનારા, સોશિયલ ડિસ્ટન્સ ભંગ કરનારા, જાહેરમાં થુંકનારા સામે કાર્યવાહી કરે છે. કર્ફયુની નવમી રાતે પોલીસે જાહેરનામા ભંગના સેંકડો કેસ કર્યા હતાં. તસ્વીરોમાં ત્રિકોણ બાગ, કેકેવી ચોક, રેસકોર્ષ રીંગ રોડ સુમસામ જોઇ શકાય છે. નીચેની તસ્વીરોમાં વાહન ચેકીંગ તથા કર્ફયુના સમયમાં નીકળેલા લોકો શા માટે નીકળ્યા? તેની માહિતી મેળવતી અને જરૂર જણાયે કાર્યવાહી કરતી પોલીસ નજરે પડે છે. રાતે નવ પછી એસટી બસોના પૈડા પણ થંભી જાય છે. તે સોૈથી નીચેની તસ્વીરમાં જોઇ શકાય છે.  લોકોને ઘરમાં રહી સુરક્ષીત રહેવા અને નિયમોનું પાલન કરવા પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે અનુરોધ કર્યો છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(3:36 pm IST)