Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

ઋષિવંશી સમાજ સેવા સંઘ દ્વારા કોરોના વોરીયર્સ અધિકારીઓનું સન્માન

રાજકોટઃ ઋષિવંશી સમાજ સેવા સંઘ ગુજરાતના સ્થાપક પ્રમુખ હેમરાજભાઇ પાડલીયાની આગેવાની હેઠળ કોરોનાના કપરા સમયમાં ફરજ બજાવતા સમગ્ર ગુજરાતના દરેક જીલ્લાના પોલીસ કમિશ્નરશ્રી, પોલીસ અધિક્ષકશ્રી, નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રીનું મોમેન્ટ (શિલ્ડ) આપીને સન્માન કરાયું હતું તેમજ ભારત માતાના વીર સપુત સ્વાતંત્ર સેનાનીઓની પ્રતીમાને પુષ્પાંજલિ અર્પણ કરેલ, જે અંતર્ગત ઋષિવંશી સમાજ સેવા સંઘ રાજકોટ દ્વારા પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલ, પોલીસ-અધિક્ષકશ્રી બલરામ તેમજ નાયબ પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંઘનું મોમેન્ટ આપીને સન્માન કરાયેલ તેમજ વાળંદ સમાજની વાડી ખાતે આવેલ જગત જનની શ્રી લીંમ્બચ ભવાનીમાં તેમજ સંતશ્રી સેન મહારાજની પ્રતિમાને શ્રી છત્રપતી શીવાજી મહારાજ, શ્રી સ્વામી વિવેકાનંદ, શ્રી મહાત્મા ગાંધીજી, શ્રી સરદાર વલ્લભભાઇ પટેલ, શ્રી ઝાંસીની રાણી લક્ષ્મીબાઇ, શ્રી બાબા સાહેબ આંબેડકર, તેમજ કારગિલ યુધ્ધમાં શહિદ વીર જવાન શ્રી મુકેશભાઇ રાઠોડ તેમજ ૧૯૭૧ અને કારગિલ યુધ્ધના વિજયમાં મહત્વ પુર્ણ યોગદાન આપનાર કોટેચા ચોક રાજકોટ આવેલ ફાઇટર પ્લેન મીગ વીમાનને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવેલ હતી. આ કાર્યક્રમમાં ઋષિવંશી સમાજ સેવા સંઘ ગુજરાતના પ્રવકતા મહેશભાઇ રાઠોડ, હસમુખભાઇ રાઠોડ, સુનિલભાઇ પાડલીયા, દીનેશભાઇ શીશાંગીયા, ભોલેષભાઇ વૈષ્ણવ, સુરેશભાઇ ચુડાસમા, ધર્મેશભાઇ સોલંકી, દેવભાઇ ચૌહાણ, ચંદ્રેશભાઇ છાત્રોલા, દિપકભાઇ હીરાણી, હિતેશભાઇ ખોરજા, કેતનભાઇ જાદવ, બીટુભાઇ ગોહેલ, કીશોરભાઇ મારૂ, ચિરાગભાઇ વાજા, શૈલેષભાઇ રાવરાણી, મનિષભાઇ રાઠોડ, દીલીપભાઇ ગોહેલ, અશ્વીનભાઇ સોલંકી, ધ્રૃવ સોલંકી સહિત અનેક કાર્યકર મિત્રોએ પુષ્પાંજલિ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

(2:44 pm IST)
  • વલસાડ : અચ્છારી નવીનગરી પાસે આવેલ દમણગંગા નદીના પટ્ટ પાસેથી આશરે ૭૦ જેટલી ફૂટેલી કારતૂસના ખાલી ખોખા મળી આવતા ચકચારઃ હજુ વધુ ખાલી ખોખા અને હથિયારો હોવાની શકયતાના આધારે પોલીસ તપાસ ચાલુ: છેલ્લાં ત્રણ દિવસથી ઍક મારૂતિ વાન અને અજાણ્યા બાઇક ચાલક રાત્રીના સમયે શંકાસ્પદ ફરી રહ્ના હોવાની ચર્ચા access_time 11:47 am IST

  • આજે છાયા ચંદ્રગ્રહણ : ભારતના પૂર્વ ભાગમાં દેખાશે : ગુજરાતમાં નહીં દેખાય ગ્રહણની અવધિ ૪ કલાકને ૨૩ મિનિટ : ગ્રહણ સ્પર્શ ૧૨ કલાકને ૫૯ મિનિટ ૪૧ સેકન્ડ : ગ્રહણ મોક્ષ : પ કલાક ૨૫ મિનિટ ૩૨ સેકન્ડ : ટેલિસ્કોપની મદદથી આ અવકાશી ખગોળીય ઘટના નિહાળી શકાશે : ગુજરાતમાં ગ્રહણ જોવા નહીં મળે : માત્ર ભારતના પૂર્વ વિભાગના અલ્હાબાદ, બાલી, ભાગલપુર, કટક સહીતના વિસ્તારોમાં જોવા મળશે : વિજ્ઞાન જાથા દ્વારા અવકાશી ખગોળી ઘટનાના અવલોકન : ગેરમાન્યતાના ખંડન સાથે લોકોને સાચુ માર્ગદર્શન આપવા ઠેરઠેર કાર્યક્રમો થશે તેમ જાથાના રાજયના ચેરમેન એડવોકેટ જયંત પંડયાની યાદીમાં જણાવાયુ છે access_time 11:25 am IST

  • દેશમાં પ્રવર્તતી કોવિડ-૧૯ની પરિસ્થિતિની ચર્ચા કરવા મોદી સરકારે ૪થી ડિસેમ્બરે સવારે ૧૦:૩૦ વાગ્યે સર્વપક્ષીય બેઠક બોલાવી છે access_time 2:01 pm IST