Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

હોસ્પિટલ ચોકમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો

યુવાનના વાલીવારસ હોય તો એ ડીવીઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૩૦: સિવિલ હોસ્પિટલ ચોક પાસેથી એક અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવતા એ ડીવીઝન પોલીસ તપાસ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ સિવિલ હોસ્પિટલ ચોક, ડો. બાબા આંબેડકર સાહેબના પુતળા પાસે પાણીના પરબની બાજુમાં એક ૩૮ વર્ષનો અજાણ્યો યુવાન બેભાન હાલતમાં પડયો હોવાની કોઇએ જાણ કરતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો ત્યાં તપાસનીશ તબીબોએ તપાસ કરતા તેનું મૃત્યુ નીપજયું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી જાણ થતા એ ડીવીઝન પોલીસ મથકના પીએસઆઇ એસ. એચ. નિમાવત તથા હેડ કોન્સ. રાજેશભાઇ સોલંકી તથા રાઇટર અશ્વીનભાઇ તેના વાલી વારસની શોધખોળ હાથ ધરી છે. તેણે દુધીયા કલરનું ટીશર્ટ તેમજ વાદળી કલરનું જીન્સ પહેરેલ છે. જો કોઇ આ યુવાનના સગા સંબંધી હોય તો એ ડીવીઝન પોલીસ સ્ટેશન ફોન નંબર ૦ર૮૧-રરર૬૬પ૯ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(2:32 pm IST)