Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

રાજકોટ રેલ્વે સ્ટેશને આવતી ૧૦ ટ્રેન વહેલી અને ૬ ટ્રેન મોડી પહોંચશેઃ કાલથી ટાઈમ ટેબલમાં ફેરફાર

ઓખા, દ્વારકા, ખંભાળિયા, જામનગર અને સુરેન્દ્રનગર સ્ટેશનનો સમય પણ બદલાશે

રાજકોટ,તા.૩૦: રાજકોટ રેલવે ડિવિઝને અહીંથી આવતી-જતી ૧૬ જેટલી ટ્રેનના સમયપત્રકમાં બદલાવ કરવાનો નિર્ણય કર્યો છે. આવતીકાલથી એટલે કે ૧ ડિસેમ્બરથી દસ જેટલી ટ્રેનનો સમય ૧૦ મિનિટથી લઈને ૩ કલાક ૨૦ મિનિટ સુધી વહેલો કરાયો છે, જયારે અન્ય છ ટ્રેનનો સમય ૧૯ મિનિટથી લઈને ૯ કલાક ૩૯ મિનિટ સુધી મોડો કરાયો છે. રાજકોટ સ્ટેશનથી ઓખા- મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ અગાઉના સમયથી ૨ કલાક ૨૦ મિનિટ વહેલી ઉપડશે, હાવડા-ઓખા સુપરફાસ્ટ ટ્રેન ૩ કલાક ૫ મિનિટ, સોમનાથ-જબલપુર ૧૦ મિનિટ વહેલી કરાય છે.

જયારે મોડી કરાયેલી ટ્રેનમાં ઓખા-પુરી સ્પેશિયલ ટ્રેન હવે બપોરે ૧૩.૨૯ કલાકને બદલે ૯ કલાક ૩૯ મિનિટ મોડી રાત્રે ૨૩.૧૦ કલાકે ઉપડશે. પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લા સ્પેશિયલ ટ્રેન ૪ કલાક ૧૧ મિનિટ મોડી કરાય છે. વેરાવળ-ત્રિવેન્દ્રમ સ્પેશિયલ ટ્રેન પણ ૨ કલાક ૧૨ મિનિટ મોડી કરાય છે. રેલવે સામાન્ય રીતે દર વર્ષે જુલાઈ મહિનામાં ટ્રેનના ટાઈમટેબલમાં બદલાવ કરતું હોય છે, પરંતુ આ વર્ષે માર્ચ મહિનાથી જ લોકડાઉન જાહેર કરાયું હોવાને કારણે ટ્રેન વ્યવહાર બંધ હોવાને કારણે હાલ જે સ્પેશિયલ ટ્રેન ચાલી રહી છે તેના સમયપત્રકમાં બદલાવ કરાયો છે. ટ્રેનનો સમય રાજકોટ સ્ટેશન ઉપરાંત ઓખા, દ્વારકા, ખંભાળિયા, જામનગર અને સુરેન્દ્રનગર સ્ટેશન પર પણ બદલાશે.

આ ટ્રેનનો સમય વહેલો કરાશે

ટ્રેન

વર્તમાન સમય (આવન-જાવન)

પરિવર્તિત સમય (આવન-જાવન)

ઓખા-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ

૧૭.૪૫/૧૮.૧૫

૧૫.૨૫/૧૫.૩૫

મુંબઈ સેન્ટ્રલ-ઓખા સૌરાષ્ટ્ર મેલ

૧૦.૧૮/૧૦.૨૮

૦૯.૩૫/૦૯.૪૫

ત્રિવેન્દ્રમ-વેરાવળ સ્પેશિયલ

૧૧.૫૨/૧૨.૦૨

૧૧.૧૯/૧૧.૨૯

હાવડા-ઓખા સુપરફાસ્ટ

૧૩.૨૬/૧૩.૩૧

૧૦.૩૧/૧૦.૪૧

હાવડા-પોરબંદર સુપરફાસ્ટ

૧૩.૨૬/૧૩.૩૧

૧૦.૩૧/૧૦.૪૧

જબલપુર-સોમનાથ સ્પેશિયલ

૧૦.૪૪/૧૦.૪૬

૧૦.૩૧/૧૦.૩૩

સોમનાથ-જબલપુર સ્પેશિયલ

૧૩.૫૮/૧૪.૦૩

૧૩.૪૮/૧૩.૫૩

પુરી-ઓખા સ્પેશિયલ

૦૮.૦૦/૦૮.૧૦

૦૫.૧૫/૦૫.૨૫

દિલ્હી સરાય રોહિલ્લા-પોરબંદર

૦૭.૪૫/૦૭.૫૫

૦૪.૨૫/૦૪.૩૫

તિરુનેલવેલી-જામનગર એકસપ્રેસ

૦૩.૩૬/૦૩.૪૧

૦૨.૪૧/૦૨.૪૬

આ ટ્રેનનો સમય મોડો કરાયો

 

 

ટ્રેન

વર્તમાન સમય (આવન-જાવન)

પરિવર્તિત સમય (આવન-જાવન)

વેરાવળ-ત્રિવેન્દ્રમ સ્પેશિયલ

૦૮.૧૯/૦૮.૨૪

૧૦.૩૧/૧૦.૩૬

ઓખા-હાવડા સુપરફાસ્ટ

૧૨.૩૯/૧૨.૪૪

૧૩.૦૦/૧૩.૦૫

પોરબંદર-હાવડા સુપરફાસ્ટ

૧૨.૩૯/ ૧૨.૪૪

૧૩.૦૦/૧૩.૦૫

ઓખા-પુરી સ્પેશિયલ

૧૩.૨૪/૧૩.૨૯

૨૩.૦૫/૨૩.૧૦

પોરબંદર-દિલ્હી સરાઈ રોહિલ્લા

૨૦.૫૫/૨૧.૦૦

૨૩.૪૧/૨૩.૪૬

જામનગર-તિરૂનેલવેલી એકસપ્રેસ

૨૨.૩૧/૨૨.૩૬

૨૨.૫૦/૨૨.૫૫

(2:45 pm IST)
  • દિલ્હીમાં કોરોના ટેસ્ટના ભાવમાં ધરખમ ઘટાડો: દિલ્હીમાં આરટી-પીસીઆર પરીક્ષણના ભાવ રૂ. ૨૪૦૦ થી ઘટીને રૂ. ૮૦૦ થઈ ગયાનું કેજરીવાલની "આપ" સરકારનું કહેવું છે. access_time 8:52 pm IST

  • મોડર્ના વેકસીન ૧૦૦℅ સફળ: અમેરિકન કંપની મોડર્નાની કોરોનાવાયરસ રસી ગંભીર કોરોનાવાયરસ ચેપ સામે 100% ની અસરકારકતા દર્શાવતી હોવાનું જાહેર થયું છે. access_time 8:51 pm IST

  • સુરતના ઔધોગીક વિસ્તારમાં વિજિલન્સ ટીમનો સપાટો: વીજ ચોરી કરતી 4 કંપનીઓ સામે આકરી કાર્યવાહી: ચારેય કંપનીમાંથી 2.98 કરોડની વીજ ચોરી ઝડપાઇ: કડક કાર્યવાહીને પગલે વીજચોરોમાં ફફડાટ access_time 1:10 pm IST