Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

મ્યુ.કોર્પોરેશન તથા ખોડલધામ ટ્રસ્ટ દ્વારા માં કાર્ડનો મેગા કેમ્પ

મંત્રી જયેશ રાદડીયા અને નરેશભાઇ પટેલ દ્વારા ઉદઘાટનઃ માં વાત્સલ્ય કાર્ડનો ચાર્જ લેવાતો નથીઃ જયમીન ઠાકર

રાજકોટ, તા.૩૦:  મહાનગરપાલિકાની આરોગ્ય સમિતિ તથા શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં છેવાડાના માનવીને આરોગ્ય સેવા પૂરી પડવાના ઉદેશથી જરૂરતમંદ રાજકોટ શહેરમાં વસતા લેઉવા પટેલ પરિવારો માટે તા.૧ના રવિવારના રોજ સવારે ૯:૩૦ વાગ્યે સત્યમ પાર્ટી લોન્સ, નાના મવા મેઈન રોડ, ૧૫૦ ફુટ રીંગ રોડ, રાજકોટ ખાતે મુખ્યમંત્રી અમૃતમ 'માં વાત્સલ્ય' મેગા કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

આ કેમ્પનું ઉદઘાટન  જયેશભાઈ રાદડીયા, નરેશભાઈ પટેલ દીપ પ્રાગટય કરી કરવામાં આવશે. તેમજ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે અશ્વિનભાઈ મોલીયા હાજર રહેશે. આ કેમ્પમાં અંદાજીત ૪,૦૦૦ જેટલા લેઉવા પટેલ પરિવારો હાજર રહેશે.

આ કેમ્પમાં પ્રેરણાદાયી ઉપસ્થિતિ તરીકે  મોહનભાઈ કુંડારિયા, શ્રી ધનસુખભાઈ ભંડેરી, કમલેશભાઈ મીરાણી, નીતિનભાઈ ભારદ્વાજ, ગોવિંદભાઈ પટેલ,  અરવિંદભાઈ  રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, ભાનુબેન બાબરીયા, અંજલીબેન રૂપાણી, ભીખાભાઈ વસોયા, દલસુખભાઈ જાગાણી, અજયભાઈ પરમાર, જીતુભાઈ કોઠારી, દેવાંગભાઈ માંકડ, કિશોરભાઈ રાઠોડ ઉપસ્થિત રહેશે. આ કેમ્પમાં મુખ્ય મેહમાન તરીકે હર્ષદભાઈ મલ્લાણી, ભોવાનભાઈ રંગાણી, રમેશભાઈ ટીલાળા, જીતુભાઈ વસોયા, તુષારભાઈ લુણાગરીયા, પ્રણયભાઈ વિરાણી હાજર રહેશે.

સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, આરોગ્ય સમિતિ ચેરમેન જયમીન ઠાકર દ્વારા તેમજ રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓ દ્વારા લેઉવા પટેલ પરિવારોને પોતાના કુટુંબનાં સભ્યો સાથે કેમ્પનાં સ્થળે અચૂક હાજર રહેવા ખાસ અનુરોધ કરવામાં આવેલ છે.

વધુમાં આરોગ્ય સમિતિ ચેરમેન જયમીન ઠાકર દ્વારા જણાવવામાં આવેલ છે કે આ મેગા કેમ્પમાં લેઉવા પટેલ પરિવારોને કોઈ પણ જાતની અગવડતા ન પડે એ માટે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય સમિતિ દ્વારા 'માં વાત્સલ્ય કાર્ડ' ની પુરતી કિટ, ઓપરેટર, રીઝર્વ સ્ટાફ, હેલ્પ ડેસ્ક વિગેરે આનુસાંગિક વ્યવસ્થા કરવામાં આવેલ છે.

(5:45 pm IST)