Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

પાસપોર્ટ વેરીફીકેશન સહિતના પ્રશ્ને કોંગ્રેસ દ્વારા પોલીસને રજૂઆત

રાજકોટ : પોલીસ દ્વારા પાસપોર્ટ વેરીફીકેશનમાં ઘેર જવાને બદલે પોલીસ સ્ટેશને બોલાવી કનડગત કરાતી હોવાની વ્યાપક ફરીયાદો અંગે યોગ્ય કરવા મ્યુ. કોર્પોરેશનના વિપક્ષના દંડક અને કોર્પોરેટર અતુલ રાજાણીની આગેવાનીમાં જોઇન્ટ પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. આ રજૂઆતમાં દીલીપ આસવાણી, ગૌરવ પુજારા, ગજેન્દ્રસિંહ ઝાલા, નીલેશ વરસાણી, સરલાબેન પાટડીયા, ચંદ્રેશ રાઠોડ , હિતાક્ષીબેન વાડોદરિયા, ધીરૂભાઇ ભરવાડ( પરસાડીયા), હર્ષ પંડયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં. આ અંગે જોઇન્ટ પોલીસ કમિશનરને રૂબરૂ મળી આવેદનપત્ર સુપ્રત કરતા જોઇન્ટ સીપીએ દરેક પોલીસ મથકોને સુચના આપી પાસપોર્ટ વેરીફીકેશન અરજદારને પડતી મુશ્કેલી અંગે યોગ્ય કરવાની ખાત્રી આપી હતી તેમ કોંગ્રેસના કોર્પોરેટરની સત્તાવાર યાદીમાં જણાવ્યું હતું.

(3:59 pm IST)