Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

એઇડ્સ જનજાગૃતિ રેલી

વિશ્વ એઇડ્સ દિવસ ૧લી ડીસે.ના પૂર્વ સૂર્યોદય છાત્ર-શકિત જાગે.. એઇડ્સ ભાગેના નારાબાજીથી જનજાગૃતિનુ મેઘ મનુષ્ય કાલાવડ રોડ પર રચાયું હતું. જેમાં એક હજાર છાત્રો જોડાયા હતા. એઇડ્સ પ્રિવેન્સન કલબ તથા જી.ટી. શેઠ સ્કૂલ તથા કોટેચા ગર્લ્સ સ્કૂલના છાત્રો દ્વારા વિશાળ જનજાગૃતિ રેલીનું આયોજન કરાયું હતું. જેમાં શાળાના આચાર્ય ભાવેશભાઇ દવે, સ્વાતીબેન જોશી, ચેરમેન અરૂણ દવે, મિલન દવે, વિશાલ કમાણી, નસરીનબેન શેખ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતાં. રેલીમાં ર૦૦ ફુટના વિશાળ બેનરે જબ્બર આકર્ષણ જમાવેલ હતું. આ તકે નિવૃત આર.ટી.ઓ. જેવી શાહે રેલી પ્રસ્થાન કરાવેલ હતું. કોટેચા ચોક સર્કલમાં છાત્ર સાંકળ બનાવીને છાત્રોએ નગરજનોને રેડરિબન પીનઅપ કરવા સંદેશ આપ્યો હતો. એઇડ્સ પ્રિવેન્સન કલબ દ્વારા કાલે રવિવારે સાંજે પ વાગ્યે સ્વામિનારાયણ મંદિર-કાલાવડ રોડ સામે પ૦૦ લાલ ફુગ્ગાની રેડ રિબન આકાશમાં તરતી મૂકીને એઇડ્સને બાય બાય.. ટાટા કહેવાશે. જયારે સોમવારે જીલ્લા શિક્ષણાધિકારી કચેરીના સહયોગથી શહેર જીલ્લાની ૧૧૦૦થી વધુ શાળામાં સવારે ૮-૩૦ કલાકે રેડ રિબન બનાવશે. છાત્રોને વિજ્ઞાન શિક્ષક એઇડ્સની સમજ આપશે. આ સમગ્ર પ્રોજેકટમાં બે લાખથી વધુ છાત્રો જોડાશે.  તા. ૩૧ માર્ચ ર૦ર૦ સુધી શાળા-કોલેજમાં સેમિનાર સહિતના કાર્યક્રમમાં આગામી દિસોમાં ટી.વી. સીરીયલ-ફિલ્મના કલાકારો પણ જોડાશે. તેમ ચેરમેન અરૂણ દવેની યાદીમાં જણાવેલ છે.

(3:58 pm IST)