Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

વોર્ડ નં.૧૫ માં હેલ્મેટ વિરૂધ્ધ કોંગ્રેસની સહી ઝુંબેશ

રાજકોટ  : શહેરમાં હેલ્મેટના કાયદા સામે હજારો લોકોએ સહી ઝુંબેશ થકી વિરોધ દર્શાવ્યો છે. વોર્ડ નં.૧૫માં કોંગ્રેસના કોર્પોરેટર અને પિક્ષી નેતા વશરામભાઇ સાગઠીયા દ્વારા નહીં ઇચ્છનારા નાગરીકોની સહી લેવા ઝુંબેશ હાથ ધરતા આ વિસ્તારના નાગરીકોએ હેલ્મેટ સામે વિરોધ દર્શાવ્યો હતો. આ તસ્વીરમાં સહી ઝુંબેશ કરી રહેલા કોંગી આગેવાનો દર્શાય છે.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા વશરામભાઇ સાગઠીયા, વોર્ડ પ્રમુખ વાસુભાઇ ભમભાણી, પ્રવીણભાઇ સોરાણી, અરવિંદભાઇ મુછળીયા, ભુપતભાઇ કોળી, નવલભાઇ, વાલજીભાઇ બથવાર, વિજયભાઇ, રમેશભાઇ ભંભાણી, રામજીભાઇ, લલિતભાઇ પરમાર વગેરે આગેવાનો કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

(3:58 pm IST)