Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

BCA સેમ-૧ ની પરીક્ષામાં જુનુ પેપર રદ કરવા NSUI ની માંગ

રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા BCA સેમ-૧ ની પરીક્ષામાં ત્રણ વર્ષ જુના કોર્ષનું પ્રશ્નપત્ર આપવામાં આવતા  વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બેદરકારીથી છબરડો થયો છે તો પ્રશ્નપત્ર રદ કરવા માંગ કરી છે. આજે  NSUI દ્વારા  રજીસ્ટ્રારને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. તે સમયે રાજકોટ NSUI ના પ્રમુખ નરેન્દ્ર સોલંકી, ગુજરાત વિદ્યાર્થી નેતા હરવિજયસિંહ વાળા, વિશ્વજીતસિંહ જાડેજા, દેવેન્દ્રસિંહ જાડેજા, હાર્દિક બગડા, પાર્થ કાલરીયા, પૃથ્વીરાજસિંહ ગોહિલ, આશિષ સોલંકી, રોલા મંથન સહિતના ઉપસ્થિત હતા તે નજરે પડે છે.

(3:57 pm IST)