Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

ડેંગ્યુનો કહેરઃ વધુ એક બાળકનું મોત

કુવાડવા રોડ રણછોડવાડીમાં હીંમાશું ડોબરિયા (ઉ.૧પ) ડેંગ્યુ પોઝીટીવ ખાનગી સ્પેશ્યાલીટી હોસ્પીટલમાં સારવારમાં હતોઃ રોગચાળાના કારણે અત્યાર સુધીમાં શહેરના ૧૬નો ભોગ લેવાયો તંત્ર સામે જબ્બર રોષ

રાજકોટ તા. ૩૦ : શહેરમાં છેલ્લા છથી સાત મહીનાથી મચ્છરજન્ય ડેંગ્યુના રોગ ચાળાએ કહેર વર્તાવ્યોછે હજુ બે મહીના અગાઉ ડેંગ્યુંથી એક બાળકનું મોત થયા બાદ ગઇકાલે વધુ એક બાળકનો ડેંગ્યુંના રોગચાળાએ ભોગ લેતા હાહાકાર મચી ગયો છે.

આ અંગે સુત્રોમાંથી પ્રાપ્ત મૂજબ શહેરના કુવાડવા રોડ ઉપર રણછોડવાડી શેરીનં. ૧માં રહેતા ૧પ વર્ષના હીંમાશુ સુરેશભાઇ ડોબરિયાને તાવ, સતત ઉલ્ટી, પેટમાં દુઃખાવાના કારણે શહેરની ખાનગી સ્પેશ્યલીટી હોસ્પીટલમાં અને ડેંગ્યું પોઝીટીવ તો રીપોર્ટ આવતા તે મુજબ સારવાર શરૂ કરાયેલ જયા ગઇકાલે રાત્રે આ બાળકનું ડેંગ્યુ શોક સિન્ડ્રોલ હેપેટાઇટીસ સહીતના કારણોસર મોત થયું હતું.

આમ ડેંગ્યુએ વધુ એક બાળકનો ભોગ લેતાં શહેરમાં હાહાકાર મચી ગયો છે. અને આજ દિન સુધીમાં રોગચાળાને કારણે આજ સુધીમાં શહેરના ૧૬ જેટલા વ્યકિતઓનો ભોગ લેવાતા લોકોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. તંત્ર વાહકો રોગચાળા અટકાવાના પગલા અને મચ્છર નાબુદી કામગીરીના દરરોજ આંકડાની ઇન્દ્રજાળ સમા 'સબ સલામત'ની જાહેરાતો કરી રહ્યા છે. પરંતુ આમ છતા રોગચાળામાં લોકોનો ભોગ લેવાતા આ બાબતને શાસકોએ ગંભીરતાથી લઇ અને અસરકારક પગલા લેવા જોઇએ.

(3:56 pm IST)