Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

'હેલ્મેટ'ના મુદ્દે સરકારની બેવડી નીતિ દંડ કરવામાં રસ ન હોય તો કેસો બંધ કરો

લઘુતમ દરથી વધુ રકમનો દંડ થઇ શકે નહિ સરકારના નિયમો અંગે એમ.એ.સી.પી. એસો.ના પ્રમુખ ગોપાલભાઇ ત્રિવેદીની ટીપ્પણી

રાજકોટ તા. ૩૦ :.. હેલ્મેટના મુદ્દે રાજકોટ એમ. એ. સી. પી. બાર એસો.ના પ્રમુખ ગોપાલભાઇ ત્રિવેદીએ એક યાદીમાં જણાવ્યું છે કે, સરકાર એક બાજુ એમ કહે છે કે, અમને દંડની રકમ વસુલવામાં કે કેસો કરવામાં રસ નથી અને બીજી બાજુ લોકોને હેરાન કરીને લોકોની સલામતીનું કારણ બતાવીને આકરો દંડ કરે છે. આમ ખુદ સરકારની જ બેવડી નીતિ-રીતિથી લોકો ત્રાહીમામ થઇ ગયેલ છે.

 

વધુમાં યાદીમાં જણાવ્યા પ્રમાણે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા ટ્રાફીકના નવા નિયમોનો અમલ કરવા અંગે રાજય સરકારની આરટીઓ ગુજરાત ગવર્મેન્ટ, ઇન ડોકયુમેન્ટ, નોટીફીકેશન, ટ્રાફીક ઓફેન્સ પી. ડી. એફ. નામની વેબસાઇટ ઉપર જણાવેલ છે કે, ટ્રાફીકના નિયમો અમલ કરવા રાજય સરકાર કટિબધ્ધ છે.

ગુજરાત તથા ભારતના નાગરીકોની મીનીમમ લઘુતમ વેતન ર૯૩/ર૮૪/ર૭૬ જેટલો હોય તે દેશમાં કે, રાજયમાં તેનાથી વધુ રકમનો દંડ ન હોઇ શકે આવી કારમી મોંઘવારી તથા મંદીના માહોલમાં આકરો દંડ લેવો ન જોઇએ. હાલની સરકાર ખરેખર જો ગરીબોના હિતમાં કામ કરતી હોય તો તેઓનો નિર્ણય પ્રજાલક્ષી હોવો જોઇએ આકરો દંડ વસુલવાનું બંધ કરવું જોઇએ તેમ અંતમાં ગોપાલભાઇ ત્રિવેદીએ જણાવેલ છે.

(3:55 pm IST)