Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

આજે ૨૦૧મી વચનામૃત જયંતિ

પ્રગટ તત્વજ્ઞાન ગંથ્રનો આજથી તૃત્ય સૈકામાં પ્રવેશ

સ્વામીનારાયણ સંપ્રદાયનો મુખ્યધર્મ શાસ્ત્ર એટલે વચનામૃત આજથી બસ્સો વર્ષ પહેલા આ ગંથ્રનું ગઢડાથી પ્રાગટ્ય થયુ..

ભગવાન સ્વામીનારાયણ પ્રભુ પોતાના આશ્ચિતવર્ગમાં વિચરણ કરતા કરતા જે ''સંત્સગ સભા'' થતી અને તેમા શ્રીજી મહારાજ પોતાના વ્હાલા વ્હાલા સંતો અને હરીભકતો સાથે જે આધ્યાત્મિક પ્રશ્નોતરી કરતા અને ઉપદેશ આપતા તેનો સંપ્રદાયના ચાર સદ્ગુરૂ સંતો શ્રી ગોપાલાનંદ સ્વામી, શ્રી મુકતાનંદ સ્વામી, શ્રી નિત્યાનંદ સ્વામી અને શ્રી શુકાનંદ સ્વામીએ લઇ આલેખન કરીને ગંથ્રરૂપે પ્રગટ કર્યા અને તેને વચનામૃત જેવુ રૂડુ નામ આપ્યું.

સનાતનધર્મમાં આ પ્રથમ એવુ અલૌકીક સનુશાસ્ત્ર છે કે જેને પ્રગટ પૂર્ણ પુરૂષોતમ પ્રભુએ પોતાના આશ્ચિત જનો વચ્ચે ખુબ  જ ગહન આધ્યાત્મિક વિષયો જેવા જીવ , ઇશ્વર, બ્રહ્મ, પર બ્રહ્મ, માયા, એકલીંગ ભકત, આત્યતિક કલ્યાણ, સર્વોપરી ઉપાસના સત્સંગનું ફળ સંત-અસંતની વ્યાખ્યા ભગવાનની મૂર્તિનું સુખ માનસી પૂજાના મહિમા, કુસંગનું ફળ આત્મા ભાવના આનંદ, મનુષ્ય જન્મનુ ફળ વગેરેનું ખુબજ  સરળતાથી અને સહેજે સહેજે સચોટ નીરૂપણ કર્યું છે.

સ્વામીનારાયણ સંપ્રદાયના સર્વ આશ્ચીતોએ આ વચનામૃતનું દરરોજ વાંચન-પઠન કરવુ જ જોઇએ. ઘણાની ફરીયાદ છે કે અમને આમા કાઇ ટપ્પા પડતા નથી કાંઇ સમજાતુ નથી, શરૂઆતમાં થોડુક અઘરૂ લાગશે, કંટાળો આવશે પણ આગળ અભ્યાસ વધતા ખુબજ આનંદ આવશે. અને એ આનંદ કેવો આવશે તો કે વચનામૃતને હાથમાંથી મુકવાનું મન જ નહિ થાય અરે ! ભગતો  ખુદ  શ્રીજીમહારાજે એવુ વરદાન આપેલ છે કે આ વચનામૃતનું જે કોઇ શ્રધ્ધાથી વાંચન-પઠન કરશે અને કંટાળાવગર ચાલુ જ રાખશે. (જેમ જેમ વધુ ને વધુ પાઠ કરશે) તો આગળ જતા તેના હૃદયમાં પ્રકાશ થશે. અને તેના સર્વ દુઃખ દુર કરી તેને મારી મૂર્તિનું અખંડ સુખ આપીશ.

આ તકે આપણે યાદ કરીશું અ.નિ.જોગી સ્વામી (રાજકોટ ગુરૂકુળ) ને જે સંત-સાવ અભણ હતા. પણ એની શ્રધ્ધા ભણેલી હતી. જોગી સ્વામીએ બીજા પાસેથી વચનામૃત સાંભળી ... સાંભળીને આખુ વચનામૃત કંઠસ્થ કર્યું હતુ. અરે ! ખાલી કંઠસ્થ નહિ પણ સાથે સાથે હૃદયસ્થ પણ કર્યું હતુ. તેથી તો તે સંત વચનામૃતના અભ્યાસુ સંત કહેવાયા છે. ભકતો આજે વચનામૃતને બે સૈકા પૂર્ણ થઇને ત્રીજા સૈકામાં પ્રવેશ કરે છે. તો આપણે સર્વ તેની યાદમાં એકાદ નિયમ લઇએ કે દરરોજ વચનામૃતનું વાંચન કરવુ.. જે રોજ વાચન કરતા હોય તેમણે મોટા સંતો પાસેથી તેના અભ્યાસુ થાવુ અને સંપ્રદાયના વકતાઓએ વધુને વધુ વચનામૃત ઉપર કથા-વાર્તા કરવી તો આ ત્રીજા સૈકાનું વચનામૃત પ્રવેશ સાર્થક અને યાદગાર થશે. 

જય સ્વામીનારાયણ

પ્રવિણ કાનાબાર, રાજકોટ

૯૮૨૪૨ ૬૫૩૦૦

(3:50 pm IST)