Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

સિવિલ હોસ્પિટલના લાભાર્થે કાલે રકતદાન કેમ્પ

રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટર- રાજકોટ રીયલ એસ્ટેટ એજન્ટ એસો. અને શ્રીમદ્દ રાજચંદ્ર સેવા ગ્રુપ દ્વારા રાષ્ટ્રીયશાળા ખાતે આયોજન

રાજકોટ,તા.૩૦: સિવિલ હોસ્પિટલના બ્લડ બેંકમાં તમામ પ્રકારના બ્લડ ગ્રુપના લોહીની ખુબજ જરૂરીયાત સામે બ્લડ બેંકમાં આવક ઘટી જતા હોસ્પિટલ ઓથોરીટી અનુસંધાને રોટરી કબલ ઓફ રાજકોટ ગ્રેટર દ્વારા તા.૧લી ડિસેમ્બરને રવિવારે સવારે ૧૦ થી ૧:૩૦ દરમ્યાન રોટરી ગ્રેટર ભવન, વિદ્યાનગર મેઈન, રાષ્ટ્રીય શાળા કમ્પાઉન્ડ ખાતે રકત દાન શિબિરનું આયોજન કરેલ છે.

આ રકતદાન શિબિર માટે રાજકોટ ફુડ એન્ડ બેવરેજીસ એસોસિએશન, રાજકોટ રીયલ એસ્ટેટ એજન્ટ એસોસિએશન અને શ્રીમદ્ રાજચંદ્ર સેવા ગ્રુપનો સહયોગ પ્રાપ્ત થયેલ છે. રકત સિવિલ હોસ્પિટલના જરૂરીયાતવાળા દર્દીઓ અને થેલેસેમીયા પીડિત બાળકોના લાભાર્થે આપવામાં આવશે.

તસ્વીરમાં કલબ પ્રેસીડેન્ટ શ્રી પુર્વેશ કોટેચા (મો.૯૮૨૪૪ ૭૭૭૭૯), શ્રી મેહુલ નથવાણી (મો.૯૪૨૬૯ ૧૮૬૨૮), શ્રી નિલેશ ભોજાણ અને શ્રી પરમ પુનાતર નજરે પડે છે.(તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:49 pm IST)