Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

ખુશ્બુ ઓટો ફાયનાન્સના ચેક રિટર્નના કેસમાં આરોપીનો છુટકારો ફરમાવતી કોર્ટ

રાજકોટ તા. ૩૦: રૂ. ૬૧,૦૭પનાં ચેક રિટર્નનાં કેસમાં અદાલતે આરોપીને નિર્દોષ ઠરાવીને છોડી મુકવાનો હુકમ કર્યો હતો.

આ કેસની વિગત એવી છે કે શ્રી ખુશ્બુ ઓટો ફાઇનાન્સ લી.ના એ આ કામના ત્હોમતદાર વલ્લભભાઇ ગીરધરભાઇ વાઘેલા વિરૂધ્ધ રૂ. ૬૧,૦૭પ/- ચેક રીર્ટનનો કેસ દાખલ કરેલ હતો.

આ કેસ ફરિયાદી તરફે સાક્ષી તેમજ દસ્તાવેજી પુરાવા રજુ રાખવામાં આવેલ તેમ છતાં ફરીયાદી પક્ષ કાયદેસરનું લેણું કે જવાબદારી સાબીત ન કરી શકતા તેમજ આરોપીએ મેળવેલ લોન મુજબનું બાકી લેણું પુરવાર ન કરી શકતા અને અમો ત્હોમતદાર પાસેથી કબજે કરેલ વાહન ફરીયાદી પક્ષે વેચી દીધેલ તે અંગેનો દસ્તાવેજી પુરાવો રજુ કરી શકેલ નહીં તેથી આ કામના ત્હોમતદારને કોર્ટે નિર્દોષ છોડી મુકવા હુકમ કરેલ છે.

આ કામના ત્હોમતદારના વતી વકીલશ્રીએ સુપ્રીમ કોર્ટ તેમજ હાઇકોર્ટના વિવિધ ચુકાદાઓ રજુ કરેલ હતા અને દલીલો પણ કરેલ હતી તેમજ સાક્ષી પુરાવાઓ રજુ રાખેલ હતા. જેથી આ કામના ત્હોમતદારને રાજકોટના એડીશનલ ચીફ જયુડી. મેજીસ્ટ્રેટની કોર્ટમાં નિર્દોષ છોડી મુકવા હુકમ કરેલ છે. ત્હોમતદાર તરફે ધારાશાસ્ત્રી મકવાણા હિતેશ ધીરજલાલ, એફ. એસ. ખોરજીયા, દિપક ડી. બથવાર, એન. જી. છનુરા, સંજય એચ. રાઠોડ રોકાયેલ હતા.

(3:46 pm IST)