Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

પોલીસ કમિશનર-જેસીપી-ડીસીપી-એસીપી ઘટના સ્થળે પહોંચ્યાઃ ડોગ સ્કવોડને સાથે રાખી તપાસ

પરિવારજનો સાથે બગીચાના પટમાં સુતેલી બાળકીને તે જેની પથારી કરી સુતી હતી એ ગોદડામાં જ નાંખી ઉઠાવી લઇ નજીકના નાળામાં લઇ ગયા બાદ હવસખોરે દૂષ્કર્મ આચર્યુ હતું. ઘટનાને અત્યંત ગંભીર ગણી પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે તાકીદે ભેદ ઉકેલવા અને હવસખોરને દબોચી લેવા ટીમો કામે લગાડી છે. બપોરે પોલીસ કમિશનર અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી રવિમોહન સૈની, એસીપી ક્રાઇમ જયદિપસિંહ સરવૈયા પણ ઘટના સ્થળે પહોંચ્યા હતાં અને પી.આઇ. એસ. એન. ગડ્ડુને સાથે રાખી માહિતી મેળવી હતી. ડોગ સ્કવોડ પણ પહોંચ્યો હતો. ડોગને પગેરૂ સુંઘાડી અલગ-અલગ દિશામાં તપાસ કરવામાં આવી હતી. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(3:42 pm IST)