Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

બાર.એસો.ની આગામી ચૂંટણીમાં ટ્રેઝરર પદ માટે રક્ષિતભાઇ કલોલા ચૂંટણી લડશે

રાજકોટઃ તા.૩૦, રાજકોટ બાર એસોસિએશન ની આગામી ચૂંટણી માટે ટ્રેઝરર પદના સબળ દાવેદાર રક્ષિત ભાઈ કલોલા ના સમર્થનમાં આજે ડિસ્ટ્રિકટ કોર્ટ બિલ્ડિંગમાં ચાય પે ચર્ચા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં તેમના મિત્રો, સિનિયર અડવોકેટશ્રીઓ હાજર રહી રક્ષિત ભાઈ ને જંગી બહુમતીથી જીતાડવા એક સૂરે દ્રઢ સંકલ્પ કર્યો હતો.

 હાલ DGP શ્રી, સરકારી વકીલ શ્રી ઓ, MACT બારના પ્રમુખ ગોપાલ ભાઈ ત્રિવેદી, વેલ્ફેર એસોસિયેશનના પ્રમુખ જયદેવ ભાઈ શુકલ,  ક્રિમિનલ બાર એસોસીએશનના પ્રમુખ  તુસારભાઈ બસલાણી, હેમાંગ જાની, રાજકુમાર હેરમા,  નોટરી એસોસિયેશનના પ્રમુખ  બિપિનકુમાર ગાંધી,  જુનિયર લોયર્સ એસોસિએશન પ્રમુખ  યોગેશભાઈ ઉદાણી ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત   રૂપરાજસિંહ પરમાર,  પિયુષભાઈ શાહ,  જયેશ ભાઈ બોદ્યરા, ભૂતપૂર્વ જિલ્લા સરકારી વકીલ   નરેન્દ્રભાઈ બુસા, ભૂતપૂર્વ agp  મુકેશભાઇ દેસાઇ, રેવન્યુ બાર એસોસિએશનના આગેવાન   તોગડિયાજી, વિશ્વ હિન્દુ પરિષદના આગેવાન   નિતેશભાઇ કથીરિયા તથા અશ્વિનભાઈ ગોસાઈ,   દીપકભાઈ મહેતા,   શૈલેષ પંડિત,   કિશન પટેલ,  બાવીશી સહિત ના એડવોકેટ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. મિત્ર વર્તુળ નો બહોળો પ્રતિસાદ જોઈ રક્ષિતભાઈ એ સૌને આભારની લાગણી વ્યકત કરી હતી.

(11:53 am IST)