Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

લક્ષ્મીવાડી આરોગ્ય કેન્દ્ર માંદુ

ચો તરફ ગંદકીના ગંજ : કેન્દ્રમાં સ્ટાફ પહેલા દર્દીઓની લાઇનોઃ આરોગ્ય કેન્દ્રનો વહીવટ સુધારવા કોંગી કોર્પોરેટર દિલીપ આસવાણી અને ગજેન્દ્રસિંહ ઝાલા ની રજુઆત

રાજકોટ તા ૩૦ : શહેરના લક્ષ્મીવાડી વિસ્તારમાં આવેલ આરોગ્ય કેન્દ્રનો વહીવટ સુધારવા કોંગી કોર્પોરેટર દિલીપ આસવાણી તથા કોંગી અગ્રણી ગજેન્દ્રસિંહ ઝાલા દ્વારા મ્યુ. કોર્પોરેશનના આરોગ્ય અધિકારીને રજુઆત કરવામાં આવી છે.

આરોગ્ય કેન્દ્રોમાં ડોકટરોની અછતને કારણ ેદર્દીઓની હેરાનગતી હોવાનો આરોપગજેન્દ્રસિંહ ઝાલા અને કોર્પોરેટર દિલીપ આસવાણી એ કર્યો છે. આ અંંગે કોંગ્રેસ અગ્રણી ઓફીસર એ જણાવ્યું હતું કે મ્યુ. કોર્પોરેશનના આરોગ્ય કેન્દ્ર અખિલ હિન્દ મહિલા પરિષદ સંચાલિત વોર્ડ નં. ૧૪ ના ોક્ષ્મીવાડી મેઇન રોડના છેડે, લવકુશ ચોક ખાતેપુજારા પ્લોટ સામે  આવેલ આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓ હેરાન થતાં હોય લાઇનો લાગેલી હોવાથી આ અંગે આરોગ્ય અધિકારીને ટેલીફોનીક ફરીયાદ કરતાં અંતે અધિકારીએ પ્રશ્ન હલ કરતાં રસીકરણ રૂમ અને ડોકટર રૂમ તાત્કાલીક ખોલવાની ફરજ પડી હતી.

વધુમાં  રસીકરણના રૂમની  સામે દરવાજા પાસે જ મેડીકલ વેસ્ટ ખુલ્લામાં વેરણ છેરણ હાલતમાં જોવા મળેલ તેમજ ચોગાનમાં પણ સફાઇનો અભાવ જોવા મળેલ હતો અને ગ્રાઉન્ડમાં ગંદકી હતી. આ સ્થળે મેલેરીયા વિભાગ પણ ઓફીસ હોય અને આરોગ્ય કેન્દ્ર હોય છતાં સ્વચ્છતાનો અભાવ જોવા મળેલ હતો. જો શુક્રવારે ડોકટરોને ઓપરેશનમાં આરોગ્ય કેન્દ્રમાં ડોકટરોની જગ્યાઓ ખાલી હોવાથી પરેશાની થાય છે. અને દર્દીઓને હાલાકી વેઠવી પડે છે.

(4:22 pm IST)