Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

શ્રી પંચનાથ ટ્રસ્ટમાં રૂ.૮૦૦માં ફૂલ બોડી ચેકઅપઃ રૂ.૧૦માં બ્લડસુગર ટેસ્ટઃ ફૂલટાઈમ પેથોલોજીસ્ટ

ઘરેબેઠા બ્લડ- યુરિન સેમ્પલ કલેકશનની સુવિધાઓઃ મો.૭૩૮૩૨ ૪૪૯૫૫

રાજકોટઃ અત્યારના સમયમાં ગરીબ દર્દીઓ માટે હોસ્પિટલના કે લેબોરેટરીના પગથીયા ચડવા હિમાલયના પહાડ ચડવા જેવું કપરૃં બની ગયું હોય ત્યારે દર્દીનારાયણને રાહત આપવા માટે પંચનાથ ટ્રસ્ટ દ્વારા આરોગ્યને લગતી અનેક લાભદાયી યોજના અમલી બનાવવામાં આવી છે. પંચનાથ પેથોલોજી લેબોરેટરીની અંદર માત્ર રૂ.૧૦ના દરે બ્લડ સુગર ટેસ્ટ કરી આપવામાં આવે છે તો રૂ.૮૦૦માં ફુલ બોડી ચેકઅપ કરી આપવામાં આવતાં ૧૩વર્ષમાં રેકોર્ડબ્રેક ત્રણ લાખ દર્દીઓએ અહીંની લેબોરેટરીનો લાભ ઉઠાવ્યો છે. ફુલ ટાઈમ પેથોલોજીસ્ટના સીધા નિદર્શન હેઠળ ચાલતી અતિ આધુનિક, ઉચ્ચ ગુણવત્તા ધરાવતી રાજકોટની પંચનાથ પેથોલોજી લેબોરેટરીમાં બ્લડ સુગર ટેસ્ટ રૂ.૧૦માં, યુરિન ટીન ટેસ્ટ રૂ.૨૦માં, કીડનીની તપાસ રૂ.૧૫૦માં, લીવરની તપાસ માત્ર રૂ.૨૫૦માં, થાઈરોઈડની તપાસ માત્ર રૂ.૨૮૦માં અને ફુલ બોડી તપાસ  રૂ.૮૦૦માં કરી આપવામાં આવે છે. આ સહિતના અનેક ટેસ્ટ પણ રાહત દરે કરી આપવામાં આવે છે અને દર્દીઓના તમામ ટેસ્ટ ૪૦ ટકા જેટલા રાહત દરે કરી આપવામાં આવે છે.

શ્રી પંચનાથ મહાદેવ સાર્વજનિક મેડિકલ ટ્રસ્ટ અને પંચનાથ પેથોલોજી લેબરેટરીના પ્રમુખ દેવાંગભાઈ માંકડના જણાવ્યા મુજબ આ લેબોરેટરી સવારે ૭:૩૦ વાગ્યાથી કાર્યરત થઈ જાય છે. આ ઉપરાંત લેબોરેટરી સુધી આવી શકવા માટે સક્ષમ ન હોય તેવા દર્દીઓના ઘરેથી જ બ્લડ- યુરિનના સેમ્પલ એકત્ર કરવાની ઉમદા સેવા પૂરી પાડવામાં આવે છે. હાલ ડિઝિટલાઈઝેશનનો સમય હોય દર્દીઓને લેબ રિપોર્ટની પ્રિન્ટ તો આપવામાં આવે જ છે સાથોસાથ રિપોર્ટનો એસ.એમ.એસ.પણ મોકલવામાં આવે છે.

દેવાંગભાઈ માંકડે વધુમાં ઉમેર્યું હતું કે આટલું ઓછું હોય તેવી રીતે આઉટ ઓફ રેન્જ વેલ્યુવાળા રિપોર્ટ ઉપર બે વખત પ્રક્રિયા કરવામાં આવે છે. આ ઉપરાંત સ્વચ્છતા ઉપર સૌથી વધુ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવે છે. આખા શહેરમાં ફુલ બોડી ચેકઅપ માત્ર રૂ.૮૦૦માં કરી આપતી પંચનાથ લેબોરેટરીમાં આખા બોડીની ચકાસણી કરવામાં આવે છે જેમાં સીબીસી (હેમોગ્રામ), ઈએસઆર, બ્લડ ગ્રુપ, એફબીએસ, પીપીબીએસ, રેનલ ફંકશન ટેસ્ટ (ત્રણ ટેસ્ટ જેમાં યુરેયા, ક્રેટેનાઈન,યુરિક એસીડ) લીપિડ પ્રોફાઈલ, લીવર ફંકશન ટેસ્ટ (સાત ટેસ્ટ જેમાં બિલિબીન, એસજીપીટી, એસજીઓટી, આલ્કાઈન, ફોસ્ફેઈટ, એચબીએસએજી, ટોટલ પ્રોટીન, આલ્બ્યુમીન/ ગ્લોબ્યુલીન, એ/ જી રેટિયો), યુરિન આર/ એમ કમ્પલીટ, ટીસીએચ (થાઈરોઈડ) અને કેલ્શીયમ સહિતનો સમાવેશ થાય છે. તેમણે ઉમેર્યું કે રાજકોટની જનતાએ પંચનાથ પેથોલોજી લેબોરેટરી ઉપર અતૂટ વિશ્વાસ દાખવતાં લેબની શરૂઆતથી આજ સુધીમાં ત્રણ લાખ જેટલા લોકોએ અહીં રિપોર્ટ કરાવ્યો છે. આટલા ઓછા દરે રિપોર્ટ કરાવ્યા બાદ દર્દીનારાયણ દ્વારા લેબ વધુને વધુ દર્દીઓને સેવા કરે તેવા આશીર્વાદ પણ આપવામાં આવી રહ્યા છે.

લેબોરેટરી ઉપરાંત પંચનાથ સાર્વજનિક હોસ્પિટલમાં તાજેતરમાં જ આયુર્વેદિક અને હોમિયોપેથીકની સારવાર પણ ઉપલબ્ધ બનાવવામાં આવી છે. જયારે દર્દીઓને અન્ય સારવાર જેવી કે સ્ત્રી રોગ, કાન, નાક, ગળાના રોગો, ચામડી, ગુપ્ત રોગ, ફિઝિયોથેરાપી સહિતનો સમાવેશ થાય છે.

પંચનાથ પેથોલોજીના સફળ સંચાલન માટે પ્રમુખ દેવાંગભાઈ માંકડ (મો.૯૮૨૪૪ ૦૭૮૩૯)ના માર્ગદર્શન હેઠળ ઉપપ્રમુખ લક્ષ્મણભાઈ ચાવડા, મંત્રી તનસુખભાઈ એમ.ઓઝા, ખજાનચી મહેન્દ્રસિંહજી આર.ગોહિલ, ટ્રસ્ટી ડો.લલિત ત્રિવેદી, ટ્રસ્ટી ડી.વી.મહેતા, ટ્રસ્ટી મયુરભાઈ શાહ, મનુભાઈ એ.પટેલ, મિતેષભાઈ એમ.વ્યાસ, નીતિનભાઈ ડી.મણિયાર, નારણભાઈ કે.લાલકીયા, વસંતભાઈ જસાણી સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.

(4:08 pm IST)