Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

વાંક પરિવાર યોજીત ભાગવત કથાનું સમાપનઃ ૧૧મીએ સમુહલગ્ન

ભાવિકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ માણ્યોઃશ્રોતાઓ માટે વાહન વ્યવસ્થાઃ આભાર વ્યકત કરતા વિજયભાઈ વાંક

 રાજકોટઃ વાંક પરિવાર દ્વારા ક્રિષ્ના ગો શાળા ખાતે યોજાયેલી ભાગવત સપ્તાહની તા ૨૩ ના રોજ પુર્ણાહુતી થઈ હતી. આ સપ્તાહ દરમિયાન લોકડાયરો, દાંડિયારાસ શ્રીનાથજીની ઝાંખી, રાસ મંડળી દેવ ડાયરો અને મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.

ભાગવત સપ્તાહ દરમિયાન સવા લાખથી પણ  વધુ લોકોએ મહાપ્રસાદ લીધો હતો.  આ મહાપ્રસાદ કથા સ્થળે જ શુધ્ધ ઘી માં બનાવમાં આવ્યો હતો. તેમજ સવારે સાત વાગ્યા થી મોડી રાત સુધી  ચા ની ખાસ વ્યવસ્થા રાખવામાં આવી હતી. તેમજ શ્રોતા  ને કથા સ્થળે લેવા મુકવા માટે ૨૦ થી વધુ વાહનોની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. બાળકો માટે વિવિધ રાઈડ્સની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.

પ્રથમવાર ભાગવત સપ્તાહમાં  શ્રોતાઓ માટે છ હજારથી વધુ સોફાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. સપ્તાહ દરમિયાન ૩૦૦ થી વધુ સાધુ સંતો તેમજ ભૂદેવો માટે મહાપ્રસાદ ની ખાસ વ્યવસ્થા તેમજ દક્ષિણા આપવામાં આવી હતી. ભગવાન ના ૨૦૦ થી પણ વધારે ધાર્મિક ફ્લોટ્સ દર્શન માટે મુકવામાં આવ્યા હતા. સપ્તાહ દરમિયાન દરરોજ ગો માતાનું પૂજન અને ગો માતા ને મિસ્ટાન રૂપે ખોળ ખવડવામાં આવતો હતો. કથા દરમિયાન શ્રી શ્યામભાઈ ઠાકર દ્વારા શ્રોતા ને ૭ દીવસ ભકિતરસ પીરસવામાં આવ્યો હતો તેમ અનેક યુવાનો એ વ્યાસપીઠ સામે વ્યસન મુકિતનો સંકલ્પ લીધો હતો. રાજપૂત કરણી સેના અને ક્ષત્રિય સમાજ દ્વારા અને કથાના આયોજન બદલ  કોર્પોરેટર વિજય વાંકનું તલવાર આપી સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર ગુજરાત માંથી આહીર સમાજના આગેવાનો ધારાસભ્યો શહેરના નામાંકિત ડોકટર અને મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત આહીર સમાજના ભામાસા અને ગો પ્રેમી બાબુભાઇ વાંક દ્વારા તા  શ્રીમદ્ ભાગવત સપ્તાહની પુર્ણાહુતી  સંકલ્પના ભાગરૂપે ૮ ડિસેમ્બરે ૧૧ દીકરીઓના સમૂહ લગ્ન કરવામાં આવશે.  તેમજ ૧૧ દીકરીઓને કરિયાવર વાંક પરિવાર દ્વારા આપવામાં આવશે. આ સપ્તાહનું સુંદર સફળ આયોજનના પુર્ણાહુતીના દિવસે ૨૦૦ થી વધુ સ્વંયસેવકોનો વાંક પરિવાર અને કોર્પોરેટર વિજય વાંક (મો.૯૮૨૪૫ ૮૦૯૮૦) દ્વારા ભાવુક હૃદયે સર્વેનો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો. દરેક જ્ઞાતીના  સ્વંયસેવકો દ્વારા સેવા આપવા બદલ વાંક પરિવાર દ્વારા આભાર વ્યકત કરવામાં આવ્યો હતો. સપ્તાહની આભારવિધિ મયુર ભાઈ વાંક દ્વારા કરવામાં આવી હતી.

(4:07 pm IST)