Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

રેમા ક્રેડીટ સોસાયટી દ્વારા ત્રણ લોનધારકો સામે કોર્ટમાં ફરિયાદ

મંડળીમાંથી લોન લઇને આપેલ ચેક રિર્ટન થતા

રાજકોટ તા ૩૦ : રાજકોટમાં સાંગણવાચોક વિસ્તારમાં આવેલ રેમા ક્રેડીટ કો.ઓપ.સોસાયટી લી.માંથી (૧) હિતેષ રતીલાલ પરમાર (ર) મુકેશભાઇ શાંતીલાલ દોશી (૩) અજય રમેશભાઇ પરમાર વિગેરેએ લોન લીધેલ અને સદરહુ લોનની ચુકવણી માટેચેક આપેલ જે ચેક મંડળીએ વટાવવા નાખતા સદરહુ ચેક રીટર્ન થતા ફરીયાદી મંડળીએ (૧) હિતેષ રતીલાલ પરમાર (ર) મુકેશભાઇ શાંતીલાલ દોશી (૩) અજય રમેશભાઇ પરમાર સામે નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ હેઠળ રાજકોટ કોર્ટમાં ફરિયાદ દાખલ કરતા જેમાં અદાલતે ઉપરોકત ત્રણેયને અદાલતમાં હાજર થવા નોટીશ કાઢેલ છે.

આ કેસમાં ફરીયાદી મંડળી વતી રાજકોટના ધારાશાસ્ત્રી હેમુ વી. ગઢવી તથા અનીષ આર.જોષી રોકાયેલા છે.

(3:48 pm IST)