Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

કાલાવડ રોડ જાનકી પાર્કમાં ૧૫/૬એ થયેલી મારામારીમાં વળતી રાવ અમદાવાદના કિંજલબેન, તેના ભાઇ, મામા અને માતા પર પણ હુમલો થયો'તો

૪૯૮ના કેસમાં સમાધાનની ચર્ચા કરવા પોતે સાસરિયાને ત્યાં આવતાં પતિ, દિયર, સાસુ, સસરાએ મારામારી કર્યાની માલવીયાનગર પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા. ૩૦: ગત જુન મહિનામાં ૧૫મી તારીખે કાલાવડ રોડ જાનકી પાર્કમાં રહેતાં પ્રતિક રમેશભાઇ પટેલ, તેના માતા ભાનુબેન, ભાઇ નૈમિષ સિવિલમાં દાખલ થયા હતાં અને પોતાના પર અમદાવાદથી આવેલા સાળા મયંક, મામાજી ભાવેશભાઇ સહિતે હુમલો કરી મારકુટ કર્યાની ફરિયાદ કરી હતી. દરમિયાન આ બનાવ અંતર્ગત પ્રતિકના પત્નિ અમદાવાદ રહેતાં કિંજલબેને પતિ, દિયર, સાસુ અને સસરા વિરૂધ્ધ માલવીયાનગરમાં ફરિયાદ કરી છે. જેમાં પોતાના પર, ભાઇ, મામા તથા માતા પર પતિ, દિયર, સાસુ, સસરાએ હુમલો કરી મારામારી કર્યાની ફરિયાદ કરી છે. તેમજ એ દિવસે પતિના ઘરમાં મંગલસુત્ર પહેરેલી અને સેંથો પુરેલી એક છોકરી પણ હોઇ તે અંગે ૧૮૧ બોલાવીને પણ જાણ કર્યાનું ફરિયાદમાં જણાવાયું છે.

આ બારામાં માલવીયાનગર પોલીસે  હાલ અમદાવાદ બાપુનગર સર્વમંગલો સોસાયટી ઇન્ડિયા કોલોની રોડ મકાન નં. ૬૪માં રહેતાં કિંજલબેન પ્રતિકભાઇ સોરઠીયા   (ઉ.વ.૩૧) તે રમેશભાઇ રામાણીના દિકરીની ફરિયાદ પરથી રાજકોટ કાલાવડ રોડ જાનકી પાર્ક અક્ષર ભુવન ખાતે પ્રિન્સેસ સ્કૂલવાળી શેરીમાં રહેતાં તેણીના પતિ પ્રતિક રમેશભાઇ સોરઠીયા તેમજ નૈમિષ રમેશભાઇ સોરઠીયા,  ભાનુબેન રમેશભાઇ સોરઠીયા અને રમેશભાઇ સોરઠીયા વિરૂધ્ધ આઇપીસી૩૨૩, ૫૦૪, ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે.

કિંજલબેને ફરિયાદમાં જણાવ્યું છે કે  હાલ હું અમદાવાદ રહુ છું. મારા લગ્ન ત્રણ વર્ષ પહેલા રાજકોટના પ્રતિક સોરઠીયા સાથે જ્ઞાતિના રિવાજ મુજબ થયા છે. લગ્નના સાતેક માસ બાદ પતિ શારીરિક માનસિક ત્રાસ આપતાં હોઇ મેં સાસરિયા વિરૂધ્ધ અમદાવાદ મહિલા પોલીસ સ્ટેશનમાં ૪૯૮ (ક) મુજબનો ગુનો દાખલ કરાવ્યો હોઇ તેનો કેસ અમદાવાદ કોર્ટમાં ચાલે છે. જેથી બંને પક્ષો વચ્ચે સમાધાનની વાતચીત થતાં અમે બંને પક્ષે અમદાવાદ કોર્ટનો કેસ ચાલુ રાખવાની શરતે સમાધાનની વિગતો રજુ કરી હતી. એ પછી મારા પતિએ મને તેના ઘરે બોલાવેલ. જેથી હું અમારા સગા સંબંધીઓ, કુટુંબીજનોને સાથે રાખી બેઠક કરવાનું નક્કી કરી ૧૫/૦૬/૨૦ના રોજ સવારે સાડા સાતેક વાગ્યે ત્યાં ગઇ હતી.

મારી સાથે મારા મમ્મી ભાનુબેન, મારા નાના ભાઇ મયંકભાઇ રમેશભાઇ રામાણી, માસીના દિકરા યોગેશભાઇ દિપકભાઇ નવાડીયા, મામા ભાવેશભાઇ પાંચાભાઇ કાકડીયા સહિતના જાનકી પાર્કમાં મારા સસરા પક્ષના ઘરે આવ્યા હતાં. તે વખતે પતિના ઘરે મંગલસુત્ર પુરેલી અને સેંથો પુરેલી એક છોકરી જોવા મળી હતી. હું તેને કંઇ પુછુ એ પહેલા મારા દિયર નૈમિષભાઇ અમોને જોઇ ઉશ્કેરાઇ ગયેલ અને મને પાટુ મારી પાડી દીધી હતી. એ પછી તેણે મારા મામા ભાવેશભાઇ પર ખુરશીનો ઘા કર્યો હતો અને ઢીકાપાટુ માર્યા હતાં. પતિ પ્રતિક અને સાસુ ભાનુબેને મારા મમ્મીને ધક્કા મારી પાડી દેવાની કોશિષ કરી હતી. પતિ પ્રતિકે મારા મમ્મીની કાનની બુટી ખેંચી ગળુ પકડી ઝાપટ મારી હતી.

તેમજ મારા ભાઇ મયંક અને માસીના દિકરા યોગેશને પણ મારા પતિ અને દિયર તથા સસરાએ ઢીકાપાટા માર્યા હતાં. આ બધાએ જેમ ફાવે તેમ ગાળો દીધી હતી અને ઘરેથી નીકળી જવા કહ્યું હતું. એ લોકો મોટેથી રાડો પાડતાં હોઇ મેં તુરત જ ૧૮૧માં ફોન કર્યો હતો, જેથી ગાડી આવી ગઇ હતી. તે વખતે મારા પતિના ઘરમાં સેંથો પુરેલી, મંગલસુત્ર પહરેલી છોકરી હતી તેનું નામ શિલ્પા ઉર્ફ સ્વાતિ રમેશભાઇ વઘાસીયા હોવાનું જાણવા મળ્યું હતું. એ પછી હું, મારા મામા, માસીનો દિકરો ત્રણેય ૧૮૧માં મહિલા પોલીસ સ્ટેશને ગયા હતાં. મારા ભાઇ, મમ્મી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ગયા હતાં.

આ બનાવમાં સામા પક્ષને પણ ઇજા થઇ હોઇ તેમણે બનાવના દિવસે જ અમારા વિરૂધ્ધ ફરિયાદ કરી હતી. અમે હવે ફરિયાદ કરી છે. તેમ વધુમાં કિંજલબેને જણાવતાં હેડકોન્સ. એ. જે. કાનગડે ૨૫/૧૦/૨૦ના રોજ ગુનો નોંધ્યો છે.

(2:51 pm IST)
  • દેશમાં કોરોના કેસનો આંકડો 81 લાખને પાર પહોંચ્યો : જોકે નવા કેસની સંખ્યામાં એકધારો ઘટાડો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વધારો:રાત્રે 12 -30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 48,117 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 81,36,166 થયો :એક્ટીવ કેસ ઘટીને 5,82,160 થયા:વધુ 59,005 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 74,30,911 રિકવર થયા :વધુ 550 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,21,681 થયો access_time 1:04 am IST

  • મુંબઈના ભીંડી બજાર વિસ્તારમાં કેટલાક દેશવિરોધી તત્વોએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોની તસવીરો રોડ ઉપર લગાડી છે. સેંકડો લોકો તેના ઉપરથી પસાર થઇ રહ્યા છે. આવા તત્વોની તાત્કાલિક ધરપકડ કરવા સોશિયલ મીડિયા ઉપર માગણી થઈ રહી છે. જાણીતા પત્રકાર શીલા ભટ્ટે ટ્વિટર હેન્ડલ ઉપર આ વીડિયો પણ મૂકી છે. access_time 2:38 pm IST

  • ' તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા ' ટોપ 5 ની રેસમાંથી બહાર :' સાથ નિભાના સાથિયા 2 ' ની ધમાકેદાર એન્ટ્રી : પ્રીમિયર એપિસોડથી જ ટોપ 5 માં સ્થાન મેળવી લીધું : ' છોટી સરદારની ' પણ ટોપ 5 માંથી બહાર : ' ગૂમ હૈ કિસીકે પ્યારમેં ' ની ટોપ 5 માં એન્ટ્રી : 17 થી 23 ઓક્ટોબર સુધીની છેલ્લી ટીઆરપી access_time 6:15 pm IST