Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

૧૨૦૦ બોટલ દારૂના ગુન્હામાં આરોપીની જામીન અરજી મંજુર

રાજકોટ, તા.૩૦: બોલેરો વાહનમાં દારૂની ૧૨૦૦ બોટલ વિદેશી બનાવાની મળી આવેલ જેનો ગુન્હો વાહન માલીક વિરૂધ્ધ દાખલ થયેલ જે ગુન્હામાંં આરોપી મયુર બળવંતભાઇ બગથરીયાની અટક થતા આરોપીને સેસન્સ અદાલતના જજ શ્રી આર.એમ.શર્માએ જામીન મુકત કરવા હુકમ ફરમાવેલ છે.

આ કેસની વિગતે કોઠારીયા ગામના ગેઇટ પાસે બિન વારસાઇ બોલેરો પીકઅપ વાહનમાં વિદેશી બનાવટી દારૂ નંગ-૧૨૦૦ બોટલ આજીડેમ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી દ્વારા કબ્જે લીધેલ જે વાહનના મુળ માલીક મોરબીના હોય અને હાલ સદરહું વાહન મયુર બળવંતભાઇ બગથરીયાને વેચાણ આપેલ હોવાનું જણાવતા આરોપીની અટક તા.૧૩-૧૦-૨૦૨૦ના રોજ આજીડેમ પો.સ્ટે.મારફત થયેલ જેથી આરોપીને રીમાન્ડ અરજી સાથે જયુડી.મેજી.સમક્ષ રજુ કરેલ.

રીમાન્ડ અરજીમાં એડવોકેટ જયેન્દ્ર એચ.ગોંડલીયાની રજુઆત ધ્યાને લઇ રીમાન્ડ રદ થતા જયુડીશ્યલ કસ્ટડીમાં આરોપીને મોકલેલ જેથી આરોપીએ જામીન મુકત થવા અદાલત સમક્ષ એડવોકેટ મારફત અરજ ગુજારતા આરોપીના એડવોકેટ મારફત ગુન્હાનો સમય બનાવની વિગત  તથા હાઇકોર્ટના ચુકાદાઓ રજુ કરી આરોપી નિર્દોષ હોવા બાબતે રજુઆત કરતા તે ધ્યાને લઇ આરોપીને જામીન મુકત કરતો મહત્વનો હુકમ ફરમાવેલ છે.

આરોપી મયુર બળવંતભાઇ બગથરીયા વતી ગોંડલીયા એસોસીએટસના જયેન્દ્ર એચ. ગોંડલીયા, હિરેન લીંબડ, મોનિષ જોષી, કરણ કારીયા (ગઢવી), શીરાકમુદીન શેરશીયા, ખુશી ચોટલીયા, કાજલબેન ખસમાણી, ક્રિષ્નાબેન પીઠીયા, નિરાલી કોરાટ, કુલદિપસિંહ વાઘેલા, વિરલ વડગામાં, સમીર શેરશીયા, મયુર ગોંડલીયા રોકાયેલ હતા.

(2:50 pm IST)