Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

કડવીબાઇ વિદ્યાલયમાં શિક્ષકોને નિવૃત્તિ વિદાયમાન

વલ્લભ કન્યા કેળવણી મંડળ સંચાલિત કડવીબાઇ વીરાણી કન્યા વિદ્યાલયમાં સેવા આપી નિવૃત્ત થયેલા શિક્ષકોને માનભેર વિદાય અપાયુ હતુ. ગૃહવિજ્ઞાન પ્રવાહના ભાવનાબેન સોનૈયા સ્વૈચ્છિક નિવૃત થતા તેમજ ગ્રંથપાલ અને ચિત્ર શિક્ષક વલ્લભભાઇ ચુડાસમા વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા આ બન્નેને પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપી સન્માનીત કરાયા હતા. આ પ્રસંગે સંસ્થાના ઉપપ્રમુખ ઉર્મીલાબેન દેસાઇ, ટ્રસ્ટીઓ પ્રફુલ્લભાઇ ગોહેલ, ડો. અનિલભાઇ અંબાસણા, ડો. રમેશભાઇ ભાયાણી, નિયામક હિરાબેન માંજરીયા વગેરે ઉપસ્થિત રહેલ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા આચાર્યશ્રી વર્ષાબેન ડવ તેમજ સ્ટાફગણે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન શાળા શિક્ષક ચંદ્રેશભાઇ દવેએ કર્યુ હતુ.

(2:43 pm IST)