Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

વોર્ડ નં.૩માં કૈલાશવાડી વિસ્તાર પેવિંગ બ્લોકથી મઢાશે : અંજલીબેન રૂપાણી તથા બિનાબેન આચાર્યના હસ્તે ખાતમુહૂર્ત

રાજકોટ : વોર્ડ નં.૦૩માં ધારાસભ્ય અને મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીની રૂ.૪ લાખની ગ્રાન્ટમાંથી કૈલાશવાડી ૪/૫ માં રબ્બર પેવિંગ બ્લોકની કામગીરીનું ખાતમુહૂર્ત મેયર બિનાબેન આચાર્ય અને મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું.આ પ્રસંગે બાંધકામ સમિતિના ચેરમેન મનીષભાઈ રાડીયા, વોર્ડ નં.૦૩ના પ્રમુખ હેમભાઈ પરમાર, મહામંત્રી હિતેશભાઈ રાવલ, ભુપેન્દ્રભાઈ શાહ, હરીશભાઈ જોશી, અમુલભાઈ, દીપક દવે, મનહરસિંહ ગોહિલ, વિજયભાઈ કોસીયા, અમરૂતીયા સાહેબ, જીણાકાકા, મુનાભાઈ, જીણાભાઇ મેર, જગદીશભાઈ તુલસીયાણી, રાજાભાઈ મુધરાણી, મહેશભાઈ ઠક્કર, રાજુભાઈ મેઘાણી, મેનાબેન ઠક્કર, કોમલબેન ગંગવાણી, રેખાબેન મેર, દિવ્યાબેન તુલસીયાણી, જાનવીબેન કક્કડ, ભાવનાબેન આહિયા, જસુબેન જીણાભાઇ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(2:43 pm IST)