Gujarati News

Gujarati News

News of Wednesday, 30th October 2019

ધારીના પ્રેમપરામાં ભાવેશના રાહુલે હાથ-પગ ભાંગી નાંખ્યા

રાજકોટ : ધારીના પ્રેમપરામાં રહેતાં ભાવેશ રમેશભાઇ રાદડીયા (ઉ.વ.૩૫) નામના પટેલ યુવાનને ગામમાં બાપા સિતારામની મઢુલી પાસે રાહુલ ભગાભાઇ કોળીએ પાઇપના ઘા ફટકારી હાથ-પગમાં ફ્રેકચર કરી નાંખતા ધારી, અમરેલી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.  રાહુલ બજાણીયાએ ટ્રેકટરની નવી ટ્રોલી બનાવી હોઇ તેમાં કોઇ લીટા પાડી જતાં ભાવેશે આ લીટા પાડી નુકસાન કર્યાનો રાહુલે આરોપ મુકી હુમલો કર્યો હતો. ધારી પોલીસ વધુ તપાસ કરે છે.

(1:18 pm IST)