Gujarati News

Gujarati News

News of Wednesday, 30th October 2019

રાજકોટના કિશોરપરીએ ગોંડલમાં ઝેર પી લીધા બાદ મોત

રાજકોટઃ કોઠારીયા રોડ હુડકો ચોકડી પાસે રહેતાં કિશોરપરી ભુપતપરી ગોસ્વામી (ઉ.વ.૫૦) નામના બાવાજી પ્રોૈઢે ગોંડલમાં વ્હોરાકોટડા રોડ પર વિજયનગરમાં ઝેરી ટીકડી પી લેતાં ગોંડલ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. તેઓ સગાને ત્યાં ગોંડલ ગયા બાદ આ પગલુ ભર્યુ હતું. કારણ પરિવારજનો જાણતા ન હોઇ ગોંડલ પોલીસ વધુ તપાસ કરે છે.

(1:17 pm IST)